આરોપી (૧)

નાયબ અબ્દુલગફાર મલેક રહે. ન્યુ ફૈસલનગર, બોમ્બે હોટલ, દાણીલીમડા,

અમદાવાદ (૨) રીયાઝઅહેમદ ઉર્ફે મોહસીન સ/ઓ શાહબુદ્દીન શેખ રહે. સોઢણ

તલાવડીના છાપરા, ઠાકોર વાસ, દાણીલીમડા, અમદાવાદ (૩) ઇરફાન

ઇસ્માઇલભાઇ શેખ રહે. અલમદીના રો હાઉસ, સોઢણ તલાવડી, દાણીલીમડા,

અમદાવાદ. (૪) શાહરૂખખાન ઉર્ફે ભાલક જમીયતખાન પઠાણ રહે. આશીયાના

ટેનામેન્ટ, બેરલમાર્કેટ અંદર, દાણીલીમડા, અમદાવાદ (૫) શાહરૂખખાન ઉર્ફે મામા

ઉર્ફે મચ્છર આબીદખાન પઠાણ રહે. ખુશ્બ પાર્ક, રહીમનગર, દાણીલીમડા,

અમદાવાદને ઘરફોડ ચોરીના રેડીમેડ કપડા કિં.રૂ.૭૫,૮૦૦/-, ડી.વી.આર. નંગ-

૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૪

કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૦૦,૮૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે

તા.૩૧/૦૮/૨૦૨૨ ના રોજ મળી આવતા તેઓને પકડી તમામ વિરુધ્ધ કાયદેસર

કાર્યવાહી કરેલ છે.

ઉપરોક્ત આરોપીઓ નાયબ અબ્દુલગફાર મલેક તથા તેનો મિત્ર ઇરફાન

ઇર્ફે હકલા પીરભાઇ મેમણ રહે. દાનુ ફેક્ટરીની સામે પમ્પીંગના છાપરા, દાણીલીમડા,

અમદાવાદ નાએ ભેગા મળી તા.૨૫/૦૮/૨૦૨૨ ની મોડી રાતના ઇસનપુર,

આબાલ એસ્ટેટમાં અલવી સ્ટાર નામની દુકાનનું શટર ખોલી પ્રથમ સી.સી.ટી.વી.

કેમેરાનું ડી.વી.આર. કાઢી દુકાનમાં પડેલ રેડીમેટ ટીશર્ટ, જીન્સ પેન્ટ, શર્ટ, બનીયાન,

અન્ડરવેર તથા લોઅર પ્લાસ્ટીકના થેલાઓમાં ભરી લીધેલ. ત્યાર પછી દુકાનની

નજીક પડેલ લોડીંગ ટેમ્પામાં તે થેલાઓ મૂકી નાયબ અબ્દુલગફાર મલેક બોમ્બે

હોટલ તલાવડી તરફ જતા આરોપી (૧) રીયાઝઅહેમદ ઉર્ફે મોહસીન સ/ઓ

શાહબુદ્દીન શેખ (૨) ઇરફાન ઇસ્માઇલભાઇ શેખ (૩) શાહરૂખખાન ઉર્ફે ભાલક

જમીયતખાન પઠાણ (૪) શાહરૂખખાન ઉર્ફે મામા ઉર્ફે મચ્છર આબીદખાન પઠાણ

નાએ ચોરીનો માલ મેળવી લીધેલ. બાદ આજરોજ પકડાયેલ ઉપરોક્ત પાંચ

આરોપીઓ ચોરી કરેલ રેડીમેડ કાપડ તથા ડી.વી.આર. લઇ સગેવગે કરવા માટે

નીકળેલ હતા, તે દરમ્યાન પકડાઇ ગયેલ છે. આ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇરફાન

ઇર્ફે હકલા પીરભાઇ મેમણને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

શોધાયેલ ગુન્હાની વિગત

ઇસનપુર પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૨૨૦૭૯૮/૨૨ ઇપીકો

કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ:

(૧) આરોપી નાયબ અબ્દુલગફાર મલેક સને-૨૦૨૦ માં દાણીલીમડા પોલીસ

સ્ટેશન ખાતે ચોરીનો મોબાઇલ ખરીદવાના કેસમાં પકડાયેલ છે.

(૨) રીયાઝઅહેમદ ઉર્ફે મોહસીન સ/ઓ શાહબુદ્દીન શેખ દાણીલીમડા પોલીસ

સ્ટેશન ખાતે પ્રોહીબીશનના ત્રણ કેસોમાં પકડાયેલ છે. તેમજ એક વાર પાસામાં

સુરત જેલ ખાતે પાસા કાપેલ છે.

(૩) ઇરફાન ઇસ્માઇલભાઇ શેખ સને-૨૦૨૧ માં દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે

ટોરન્ટ પાવરની વીજ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.

(૪) શાહરૂખખાન ઉર્ફે ભાલક જમીયતખાન પઠાણ સને-૨૦૧૩ માં દાણીલીમડા

પોલીસ સ્ટેશન મારામારીના કેસમાં પકડાયેલ છે. તેમજ પાંચેક મહિના પહેલા

દાણીલીમડા પો.સ્ટે. ખાતે જુગાર સટ્ટાના કેસમાં પકડાયેલ છે.

(૫) શાહરૂખખાન ઉર્ફે મામા ઉર્ફે મચ્છર આબીદખાન પઠાણ સને-૨૦૧૯ માં

દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે દારૂના કેસમાં તેમજ સને-૨૦૨૦ માં

જુગારના કેસમાં પકડાયેલ છે. તેમજ સને-૨૦૨૧ માં ઇસનપુર પોલીસ સ્ટેશન

ખાતે જુગારના કેસમાં પકડાયેલ છે.