નઘોઇ ગામ ખાતે ગણેશ ચતુર્થી નીમિતે ગણેશજીની સ્થાપના કરી પુજા-અર્ચના કરતા મુકેશ પટેલ

ઓલપાડ ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે નઘોઇ ગામ ખાતે વિઘ્નહર્તા-દુંદાળા દેવના આસ્થાનો પાવન પર્વ ગણેશ ચતુર્થી નીમિતે ગણેશજીની સ્થાપના કરી પુજા-અર્ચના કરી

ગણેશ ચતુર્થીનું (Ganesh Chaturthi) પર્વ ભાદ્ર માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત 31 ઓગસ્ટથી થઈ છે.

ગણેશ ચતુર્થીની શરૂઆત ભગવાન શ્રી ગણેશની સ્થાપના સાથે થાય છે.

અને લોકો પણ ભારે ઉત્સાહ પૂર્વક ગણપતિ બપ્પાને આવકારીયા રહ્યા છે.

ત્યારે આજ રોજ ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલે તેના મતવિસ્તાર ઓલપાડ વિધાનસભા અંતર્ગત આવતા નઘોઇ ગામ ખાતે વિઘ્નહર્તા-દુંદાળા દેવના આસ્થાનો પાવન પર્વ ગણેશ ચતુર્થી નીમિતે ગણેશજીની સ્થાપના કરી પુજા-અર્ચના કરી આશીર્વાદ લીધા.

સાથે જ લોકોના સુખાકારી જીવન માટે બાપા ને પ્રાર્થના કરી.

આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પુરો થાય છે. આ દિવસોમા ગણપતિની આરાધના કરી તેને પ્રસન્‍ન કરવામાં આવે છે. ગણેશોત્સવ પ્રસંગે ખાસ કરીને સમગ્ર વાતાવરણ ગણપતી બાપા મોરિયાના નાદથી ગાજી ઉઠે છે.

આ પર્વ ઉપર ભારત અને વિદેશોમાં પણ લોકો પોતાના નિવાસ સ્થાનમાં ભગવાન ગણેશની પ્રતિમાને સ્થાપિત કરી એના ઉપર સિંદુર ચઢાવી ગણેશ મન્ત્ર ऊँ गं गणपतयै नम: નું રટણ કરે છે. ગણેશની સોળશોપચારે પૂજન-આરતી કરે છે. હાલ સુરત માં પણ ગણેશ ઉત્સવ ને લઈ ને ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે.