સોમનાથ સ્ટેશનના પુનર્વિકાસના કામને ઝડપી બનાવવા માટે, રેલ્વે વહીવટીતંત્ર દ્વારા ટ્રેન પરિચાલન સાથે મુસાફરોની તમામ સુવિધાઓને અસ્થાયી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, મુસાફરોની સુવિધા માટે સોમનાથ મંદિર પરિસરમાં રેલ ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્ર કાર્યરત કરાયું છે.
જેથી સોમનાથ મંદિરના દર્શનાર્થીઓ અને આસપાસના સામાન્ય લોકો ટ્રેનની ટિકિટ ખરીદી શકશે.રેલ ટિકિટ રિઝર્વેશન સુવિધા કેન્દ્ર (PRS) 31 ઓગસ્ટ, 2022 (બુધવાર) થી શરૂ થશે. આ રિઝર્વેશન સેન્ટર સોમવારથી શનિવાર સુધી સવારે 8:00 થી સાંજના 14:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રવિવારે રિઝર્વેશનનું કામ સંપૂર્ણપણે બંધ રહેશે.