ખેડા તાલુકાના હરિયાળા ગામે ડૉ. ધર્માંગભાઈ મંડોળા દ્વારા ખેડા તાલુકાના તમામ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 104 દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડી. ટી.ઓ, જીલ્લાના વહીવટી અધિકારી, ખેડા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર અને આ સિવાય જિલ્લા અને તાલુકાના અન્ય સ્ટાફ સહિત ટી.બી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.