રાજકોટ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શો રૂમની ચાર લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાંચે શકમંદ આરોપીના સીસીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. અને આ શખ્સ ક્યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે.આ ચોરીના બનાવની વિગત મુજબ, એસ્ટ્રોન સિનેમા પાસે, સરદારનગર - 18માં રહેતા લોહાણા વેપારી જીતેશભાઈ લક્ષ્મીદાસ લાખાણી (ઉ.વ.55)એ એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર રોડ, કડીયા નવલાઈન - 2 ખાતે નોવેલ્ટી ફેબ્રિકેસ નામે બાળકો માટેની આઈટમનો શો રૂમ છે, હોલ સેલ વેપાર કરે છે.બીજી દુકાન ટીનીમીની બેબી મોલ 2-કડીયા નવ લાઈન ખાતે છે. જ્યારે રઘુવીરપરા - 4 માં ત્રીજી દુકાન સિયારામ ટ્રેડ લિંક આવેલી છે. આ બન્ને દુકાનોનો જે કંઈ વકરો થાય તે દરરોજ નોવેલ્ટી ફેબ્રિકેસ શો રૂમ ખાતે રાખવામાં આવતો. અને બાદમાં બેંકમાં જમા કરાવતા. તા.14 ઓગષ્ટએ ત્રણેય દુકાનનો વકરો આશરે રૂ.4 લાખ થયો હતો. તે શો રૂમના ટેબલના ડ્રોઅરમાં રાખ્યો હતો.પરંતુ બીજે દિવસે તા.15 ઓગષ્ટના રોજ દુકાન ખોલતા ડ્રોઅરનો સામાન વેર વિખેર હતો અને રૂ.4 લાખની રોકડ ગાયબ હતી. તપાસ કરતા શો રૂમના ચોથા માળે અગાશી પરનો દરવાજો તૂટેલો હતો અહીંથી કોઈ શખ્સે શો રૂમમાં ઘુસી રોકડની ચોરી કરી હતી. 19 ઓગષ્ટએ ફરિયાદ નોંધાયા પછી ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ પર લેતા એક શકમંદ સીસીટીવીમાં નજરે પડ્યો છે. જેની શોધખોળ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
80 लाख की नकबजनी चोरी की वारदात का पुलिस ने किया पर्दाफाश, वारदात में प्रयुक्त तीन वाहनों को भी किया जब्त
80 लाख की नकबजनी चोरी की वारदात का पुलिस ने किया पर्दाफाश
वारदात में प्रयुक्त तीन...
চাপৰমুখ আড্ডাৰ বলবম ভক্ত সকলৰ মাজত জল সেৱা।চাপৰমুখ ভুতনাথ মন্দিৰত শতাধিক ভক্তৰ সমাগম।হৰ হৰ মহাদেৱ জাপেৰে ভক্তিময় ক্ষেত্ৰ।
পবিত্ৰ শাওন মাহৰ আজি ৩য় সোমবাৰ।সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ ৰ বিভিন্ন শিব মন্দিৰত পূবাৰ...
મોટી રાવલ ગામે 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
મોટી રાવલ ગામે 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર...
Delhi govt school vice principal in dock after harassment plaints
The Directorate of Education (DoE) has initiated disciplinary proceedings against the vice...