રાજકોટ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શો રૂમની ચાર લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાંચે શકમંદ આરોપીના સીસીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. અને આ શખ્સ ક્યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. આ ચોરીના બનાવની વિગત મુજબ, એસ્ટ્રોન સિનેમા પાસે, સરદારનગર - 18માં રહેતા લોહાણા વેપારી જીતેશભાઈ લક્ષ્મીદાસ લાખાણી (ઉ.વ.55)એ એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર રોડ, કડીયા નવલાઈન - 2 ખાતે નોવેલ્ટી ફેબ્રિકેસ નામે બાળકો માટેની આઈટમનો શો રૂમ છે, હોલ સેલ વેપાર કરે છે. બીજી દુકાન ટીનીમીની બેબી મોલ 2-કડીયા નવ લાઈન ખાતે છે. જ્યારે રઘુવીરપરા - 4 માં ત્રીજી દુકાન સિયારામ ટ્રેડ લિંક આવેલી છે. આ બન્ને દુકાનોનો જે કંઈ વકરો થાય તે દરરોજ નોવેલ્ટી ફેબ્રિકેસ શો રૂમ ખાતે રાખવામાં આવતો. અને બાદમાં બેંકમાં જમા કરાવતા. તા.14 ઓગષ્ટએ ત્રણેય દુકાનનો વકરો આશરે રૂ.4 લાખ થયો હતો. તે શો રૂમના ટેબલના ડ્રોઅરમાં રાખ્યો હતો. પરંતુ બીજે દિવસે તા.15 ઓગષ્ટના રોજ દુકાન ખોલતા ડ્રોઅરનો સામાન વેર વિખેર હતો અને રૂ.4 લાખની રોકડ ગાયબ હતી. તપાસ કરતા શો રૂમના ચોથા માળે અગાશી પરનો દરવાજો તૂટેલો હતો અહીંથી કોઈ શખ્સે શો રૂમમાં ઘુસી રોકડની ચોરી કરી હતી. 19 ઓગષ્ટએ ફરિયાદ નોંધાયા પછી ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ પર લેતા એક શકમંદ સીસીટીવીમાં નજરે પડ્યો છે. જેની શોધખોળ ચાલી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'હું તો ચૂંટણી લડવાનો જ છું' :
'હું તો ચૂંટણી લડવાનો જ છું' :
વિરપુર તાલુકાને વાવાઝોડાએ ધમરોળ્યુ,આસપુર અને ખરોડમા કરા સાથે ધોધમાર વરસાદ તો સુકા ઘાસચારો તેમજ ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનીની ભીતી...
તાલુકામાં ૧૨ જેટલા વિજપોલ પવનના કારણે જમીન દોસ્ત થયાં તો અમૃતપુરા ગામે ડીપી જમીન ધ્વસ્ત થઈ...
पटटा डिस्पेच रजिस्टर के अंतिम पेज के जरिये निकायो के पटटो की निगरानी रखेगी सरकार
बून्दी। प्रदेश के नगर निकाय आमजन को पटटे जारी करने मे कितने गंभीर है ओर कितने पटटे जारी किये है...
গুপ্তাংগত বন্দুক ৰাখিবলৈ কত অধিকাৰ পালে আৰক্ষীয়ে?
গুপ্তাংগত বন্দুক ৰাখিবলৈ কত অধিকাৰ পালে আৰক্ষীয়ে?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગર પાલિકાઓમા તારીખ ૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજનારી રાજ્ય વ્
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગર પાલિકાઓમા તારીખ ૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજનારી રાજ્ય...