ખેડા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે છેલ્લા ૨૪ કલાકમાં સુધીમાં ૮૦૬ રાજકીય પ્રસિદ્ધિઓ દૂર કરવામાં આવી
પ્રાઇવેટ પ્રોપર્ટી અંતર્ગત ૩૫ ડિફેસમેન્ટ રીમુવ કરવામાં આવ્યા
ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલી થતાં છેલ્લા ૨૪ કલાકમાં જાહેર મિલકતો પરથી ૨૧૧ પોસ્ટર, ૪૮ બેનર, ૮૦- ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય ૪૬૭ એમ છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૬ પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાઇવેટ પ્રોપર્ટી અંતર્ગત ૩૫ ડિફેસમેન્ટ રીમુવ કરવામાં આવ્યા.
આમ વિધાનસભા ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી કુલ ૧૦૪૬ પોસ્ટર, કુલ ૬૫૮ બેનર, કુલ ૫૫૧ - ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય ૨૪૨૪ એમ કુલ ૪૬૭૯ પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી મિલકતોના ૩૫ મળીને કુલ ૧૨૭ ડિફેસમેન્ટ રિમુવ કરવામાં આવ્યા.
જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVGL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. રિપોર્ટ ઇરફાન મલેક