અડાલજ પોલીસ સ્ટેશનના ઝુંડાલ રોડ ઉપરથી વેગેનાર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ -૩૬ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૨૮,૧૪૦ / નો કબ્જે કરી આંતર રાજ્ય દારૂની હેરાફેરી કરવા ગાડીમાં ચોરખાના બનાવી દારૂના જથ્થાને છુપાવાના નવા કિમીયાનો પર્દાફાસ કરી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ – II
તા -૩૧ ૩૮ ૦ રર પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ , ગાંધીનગર વિભાગ , ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ , ગાંધીનગર જીલ્લા દ્વારા જીલ્લામાં પ્રોહી – જુગારની નેસ્તનાબુદ કરી તેની ઉપર અંકુશ લાવવા માટે તેમજ અન્ય રાજ્યોમાંથી વાહનોમાં ગે.કા.દારૂની હેરાફેરી પરીવહન કરતા પ્રોહી . બુટલેગરો ઉપર વોચ રાખી પ્રોહી કેસો શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા સારૂ એલ.સી.બી. – ૨ , પો.ઈન્સ.શ્રી નાઓને સુચના આપવામાં આવેલ .
જે અનુસંધાને LCB – 2 ના પો.ઈન્સશ્રી જે.એચ.સિંધવ તથા પો.ઇન્સશ્રી એચ.પી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોની ટીમો બનાવી જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર વાહનોમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા તેમજ પ્રોહી કેસ શોધી કાઢવા માટે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં સતત કાર્યરત હતા . દરમ્યાન ગઇકાલ રોજ એલ.સી.બી. – ૨ ના હે.કો વિક્રમસિંહ ધનજીભાઇ નાઓને ખાનગી બાતમી હકિકત મળેલ કે , એક સફેદ કલરની ગાડી નં- GJ – 07 – AR – 4855 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બોપલ તરફથી ચિલોડા તરફ જનાર છે અને આ ગાડી વૈષ્ણોદેવી સર્કલથી પસાર થનાર છે . જે માહીતી આધારે એલ , સી.બી -૨ ની ટીમ વૈષ્ણોદેવી સર્કલ આગળ બાતમીવાળી ગાડીની વોચમાં ગોઠવાયેલ દરમ્યાન આ દારૂ ભરેલ ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી વોચ જોઇ પોતાની ગાડી ઉભી રાખી નહી અને ઝુંડાલ તરફ હંકારી જતા એલ , સી , બી -૨ ની ટીમ ખાનગી વાહનમાં તેનો પીછો કરી ઝુંડાલ તરફના રસ્તા તરફ જતા રોડ ઉપર વેગેનાર ગાડી મળી આવેલ જે ગાડીમાં કોઇ હાજર મળી આવેલ નહી જે ગાડીમાં જોતા શીટ ઉપર તેમજ ડેકીમાં દારૂ મળી આવેલ નહી પરંતુ એલ.સી.બી -૨ ની ટીમે શીટના નીચેના ભાગે બારીકાઇથી સર્ચ કરતા લોખંડના પતરા ફુથી ફીટ કરેલાનુ જણાઇ આવતા જેમાં શંકા જતા સ્ક્રુ બોલ્ટ ખોલી અંદર ચોર ખાનાઓ બનાવી તેમાં છુપી રીતે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલોનો જથ્થો મળી આવેલ .
તેમજ શીટ નીચેથી બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી ના ખાલી પુઠા નંગ -૧ ર તથા રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ખાલી પુઠા નંગ- ૨૪ મળી આવેલ તેમજ વેગેનાર ગાડી ના એન્જીનની બાજુમાં સંતાડી રાખેલ આર.ટી.ઓ બનાવટની બે નંબર પ્લેટ જેમાં રજી . નં- RJ – 27 – A – 9793 ની મળી આવેલ જે કબ્જે કરી વેગેનાર ગાડી નં- GJ – 07 – AR – 4866 ના ચાલક વિરુધ્ધ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે .
આરોપીનું નામા વેગેનાર ગાડી નં- GJ – 07 – AR – 4855 નો ચાલક કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ –
( ૧ ) ભારતીય બનાવટના વિદેશી દારૂ રોયલ ચેલેન્જ પ્રિમિયમ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ કાચની બોટલ નંગ ર ૪ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઈડ ૭૫૦ એમ.એલની કાચની બોટલ નંગ -૨૪ કુલ નંગ ૩૬ જેની કુલ કિ.રૂ ૨૮,૧૪૦-૮
( ર ) ગાડી ન- GJ – 07 – AR – 1855 કિ.રૂ ૧,00,000 /
( ૩ ) બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ના ખાલી પુઠા નંગ -૧ ર તથા રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ખાલી પુઠા નંગ- ૨૪ કિ .3.00 / 00
( ૪ ) ગાડી | GJ – 07 – AR – 4855 ની કલર આર.સી.બુક કિ.રૂ ૦૦/૦૦
( ૫ ) આર.ટી.ઓ બનાવટની બે નંબર પ્લેટ જેમાં રજી . નં- RJ – 27 – CA – 9793 કિ.રૂ.00-00
આમ , ગાંધીનગર એલ.સી.બી -૨ ની ટીમને અડાલજ પોલીસ સ્ટેશનના ઝુંડાલ રોડ ઉપરથી વેગેનાર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલ નંગ -૩૬ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૨૮,૧૪૦ / – નો કબ્જે કરી આંતર રાજ્ય દારૂની હેરાફેરી કરવા ગાડીમાં ચોરખાના બનાવી દારૂના જથ્થાને છુપાવાના ક્રિમીયાનો પર્દાફાસ કરી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે .
કામગીરી કરનાર પોલીસ ટીમ –
( ૧ ) પો.ઇન્સશ્રી જે.એચ સિંધવ
( ર ) અ.હે.કો મહીપાલસિંહ પ્રવિણસિંહ
( ૩ ) અ.હે.કો રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ
( ૪ ) આ.હે.કો વિક્રમસિંહ ધનજીભાઇ
( ૫ ) આ.હે.કો પ્રવિણસિંહ દશરથસિં
( ૬ ) અ.પો.કો વિરેન્દ્રસિંહ દિલીપસિંહ
( ૭ ) અ.પો.કો નરેન્દ્રસિંહ સામતસિંહ
( ૮ ) અ.પો.કો જીતેન્દ્ર સિંહ પ્રવિણસિંહ