અરવલ્લી જીલ્લા ના એકમાત્ર સોના ના સિહાસન થી સજજ મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે વિધ્નહર્તા દેવ ગણપતિ દાદા ની મૂતિ નુ સ્થાપન કરવામા આવ્યુ હતુ. 22 મા ગણેશ મહોત્સવ ના મૂર્તિ ના દાતા પ્રદીપભાઈ અંબાલાલ ઉપાધ્યાય (એડવોકેટ) ના ધરે થી પૂજા અર્ચના કરી ઢોલ નગરા અને ડી જે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમા ખૂબ મોટી સંખ્યા મા ભક્તો જોડાયા હતા શોભાયાત્રા ડીપ વિસ્તાર મા થી ચાર રસ્તા મેધરજ રોડ થઈ મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે પહોચતા જય ગણેશ, ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ થી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. સચીન ભાઈ મહારાજે યજમાન ને પૂજા આરતી કરાવી દૂદાળા દેવ ની સ્થાપના કરી હતી. મનોકામના સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે 22 મો ગણેશ મહોત્સવ ઉજવવામા આવશે દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે જેમા શ્રી ગણેશ મહાયાગ, 1008 દીવડા ની આરતી ઉતારવામા આવશે દસ દિવસ સુધી હજારો લોકો દાદા ના દર્શન કરી લાભ લેશે તેમ ટ્રસ્ટ ના પ્રમુખ શિવુભાઈ રાવલે જણાવ્યુ હતુ. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામા આવી છે મંદિર નો સમગ્ર વિસ્તાર રોશની થી શણગારવામા આવ્યો છે. દસ દિવસ સુધી ચાલનારા ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામા આવશે.