રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ટાણે ગણતરી મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને દિલ્હીથી નેતાઓના પ્રવાસ પણ ગુજરાત તરફ વધી રહ્યા છે આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પુરજોશમાં ચાલી રહી છે તૈયારીની બાબતે ભાજપ ,કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી એક ડગલુ આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 19 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીની તૈયારીઓને જોતા અન્ય પક્ષ પણ એકશનમોડમાં જોવા મળી રહ્યા છે આગામી 5 સટેમ્બરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જયાં તેઓ અમદાવાદના રિવરફન્ટ્ર ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ રણશિંગુ ફૂંકશે તેમજ 52 હજાર બુથ પ્રતિનિધિ સાથે સીધો સંવાદ કરશે
વિધાનસભાની ચૂંટણીના ટાણે કોંગ્રેસ હવે મોઘવારી , બેરોજગારી, ડ્રગ્સ સહિતના મુ્દ્દાઓને લઇ લોકો વચ્ચે જશે જે માટે કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે 1 સપ્ટેબરથી પરિવર્તન સંકલ્પ યાત્ર કરશે જેમાં અમદાવાદ 16 જેટલી વિધાનસભામાં આ યાત્રા ફરી લોકો સાથે વધારેમાં વધારે સંપર્ક કરવામાં આવશે અને દરરોજ આ યાત્ર 5થી 7 કિ.મી બે ટાઇમ ફરશે આં અંગે અમદાવાદ શહેર પ્રમુખ નીરવબક્ષી દ્રારા માહિતી આપવામાં આવી હતી
તેમજ યુથ કોંગ્રેસને પણ ચૂટણીને લઇ મહત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી છે જેમાં યુથ જોડો ,બુથ જોડો અભિયાન અંતર્ગત તાલુકા સ્તરેથી પ્રદેશ સ્તર સનુધી યુવાનોને જવાબદારી સોપવામાં આવશે જેમાં યુથ કોંગ્રેસ દ્રારા 10 પરિવારની મુલાકાત લેવામાં આવશે યુથ નેતાઓ દરરોજ 10 બુથની મુલાકાતે લેશે
10 સપ્ટેબરના રોજ દેશમા અજગરી ભરડો લેતા મોઘવારી સામે કોંગ્રેસ દ્રારા સાંકેતિક બંધનું એલાના આપવામાં આવ્યુ છે જેમાં મોટી સંખ્યામાં મોઘવારીના વિરોધમાં નેતાઓ ,કાર્યકરોને મોટી સંખ્યામાં જોડાવા હાકલ પણ કરવામાં આવી છે