ઓડી ઇન્ડિયાએ મંગળવારે દેશમાં તેની નવી 2022 ઓડી Q3 લોન્ચ કરી છે. તેને ભારતીય બજારમાં બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. કંપનીએ તેના લુક અને ડિઝાઇનમાં શાનદાર અપડેટ આપ્યું છે. આ કાર માત્ર 7.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં કેપેબલ છે. આ સિવાય તે નવી ટેક્નોલોજી અને ફિચર્સથી ભરપૂર છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વધુ સ્પેસ
જર્મન લક્ઝરી કાર નિર્માતા ઓડીની નવી Audi Q3 એ પરફેક્ટ ફેમિલી કાર છે. કંપનીએ સેલ વધારવા માટે તેના સૌથી પસંદગીના SUV મોડલમાંથી એક પર દાવ લગાવ્યો છે. સેકન્ડ જનરેશન ઓડી Q3 માત્ર જોવામાં જ આકર્ષક નથી, પરંતુ કારમાં બેસવા માટે વધુ જગ્યા આપવામાં આવી છે. આ સિવાય તેમાં ઘણા નવા ફીચર્સ અને ટેક્નોલોજી જોવા મળશે.
બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે
Audi Q3માં બે વેરિયન્ટ છે, પહેલું છે પ્રીમિયમ પ્લસ અને બીજું ટેક્નોલોજી. 2022 Audi Q3 પ્રીમિયમ પ્લસ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 44.89 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે 2022 Audi Q3 ટેક્નોલોજી વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 50.39 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે ઓડી ઈન્ડિયાની વેબસાઈટ (www.audi.in) અને માય ઓડી કનેક્ટ એપ પર ઓનલાઈન બુક કરી શકો છો
કંપનીની સૌથી વધુ વેચાતી કાર
લોન્ચ પર બોલતા, બલબીર સિંઘ ધિલ્લોને, હેડ, ઓડી ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, અમે નવી ઓડી Q3 ના લોન્ચ સાથે અમારી પ્રોડક્ટ રેન્જનો વિસ્તાર કર્યો છે. Audi Q3 ભારતમાં અમારી કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે નવી Audi Q3 પણ આ સફળતાને દોહરાવશે. ઓડી ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવા મોડલની ડિલિવરી વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે.
વધુ સ્પોર્ટી લુક
2022 Audi Q3 જૂના વર્ઝન કરતાં વધુ સ્પોર્ટી લુક સાથે આવે છે. તેમાં એલઇડી હેડલાઇટ, પેનોરેમિક ગ્લાસ સનરૂફ, હાઇ ગ્લોસ સ્ટાઇલ પેકેજ, જેસ્ચર-કંટ્રોલ્ડ ટેલગેટ છે. Audi India પ્રથમ 500 કસ્ટમર માટે પાંચ વર્ષની વધારાની વોરંટી પેકેજ અને 3 વર્ષ/50,000 કિમીના સર્ટિઓફાઇડ સર્વિસ પેકેજ સાથે Q3 ઓફર કરે છે, જ્યારે હાલના Audi માલિકો માટે લોયલ્ટી બોનસ છે.
સ્પેશિફિકેશન
નવી Audi Q3ને સ્ટાન્ડર્ડ તરીકે ક્વોટ્રો ઓલ-વ્હીલ ડ્રાઇવ મળે છે. આ કારમાં 2.0-લિટર TFSI પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 190 HP પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. કલર ઓપ્શનની વાત કરીએ તો તેને પલ્સ ઓરેન્જ, ગ્લેશિયર વ્હાઇટ, ક્રોનોસગ્રે, મિથોસ બ્લેક અને નેવેરા બ્લુ કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. કારના ઇન્ટરનલ કલર ઓપ્શનમાં ઓકાપી બ્રાઉન અને પર્લ બેજનો સમાવેશ થાય છે.
આ કારમાં ઓડી સ્માર્ટફોન ઈન્ટરફેસ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ ઈન્ટરફેસ, ટુ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ, પાર્કિંગ એઈડ પ્લસ રીઅરવ્યુ કેમેરા, ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ સાથે સ્પીડ લિમિટર આપવામાં આવ્યા છે. સિક્યોરિટી ફિચર્સના સંદર્ભમાં, Q3 માં ઇલેક્ટ્રોમિકેનિકલ પાવર સ્ટીયરિંગ, 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, પાછળની સીટ માટે ટોપ ટેથર, એન્ટી-થેફ્ટ વ્હીલ બોલ્ટ્સ અને સ્પેસ સેવિંગ સ્પેર વ્હીલ છે.