કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને માહિતી આપી છે કે સોનિયા ગાંધીની માતા પાઓલા મૈનોનું 27 ઓગસ્ટ 2022 શનિવારના રોજ ઇટાલીમાં તેમના ઘરે અવસાન થયું હતું. ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા 28 ઓગસ્ટના રોજ સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ અને પુત્રી પ્રિયંકા સાથે કોંગ્રેસની CWC બેઠકમાં સામેલ થયા હતા.