અફઘાનિસ્તાને બાંગ્લાદેશને રોમાંચક મેચમાં હરાવીને સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધુ છે. અફઘાનિસ્તાન માટે જીતના નાયક મુજીબ ઉર રહમાન અને રાશિદ ખાન રહ્યા હતા. આ બન્નેએ મેચમાં કમાલની બોલિંગ કરી હતી. બાંગ્લાદેશ વિરૂદ્ધ રાશિદ ખાને ટી-20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી હતી અને આમ કરનાર તે ટી-20 ક્રિકેટમાં માત્ર બીજો બોલર છે.

રાશિદ ખાને કરી કમાલબાંગ્લાદેશ વિરૂદ્ધ રાશિદ ખાને ધમાકેદાર બોલિંગ કરી હતી, તેની બોલિંગના દમ પર અફઘાન ટીમ જીતવામાં સફળ રહી હતી. રાશિદ ખાને પોતાની ચાર ઓવરના કોટામાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રાશિદને કારણે બાંગ્લાદેશની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહતી. ટી-20 ક્રિકેટમાં રાશિદ ખાનની ચાર ઓવર મહત્વની હોય છે. રાશિદ ઘણી સારી બોલિંગ કરે છે અને તે ગુગલી ફેકવામાં મોટો મહારથી છે.રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડબાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ વિકેટ ઝડપવાની સાથે જ રાશિદ ખાન ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબર પર પહોચી ગયો છે. રાશિદ ખાને 68 મેચમાં 115 વિકેટ ઝડપી છે, તેને આ મામલે ન્યૂઝીલેન્ડના બોલર ટીમ સાઉથીને પાછળ છોડી દીધો છે.

સાઉથીએ 95 મેચમાં 114 વિકેટ ઝડપી હતી. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ બાંગ્લાદેશના બોલર શાકિબ અલ હસનના નામે છે, તેને 100 મેચમાં 122 વિકેટ ઝડપી છે. રાશિદ ખાન પોતાના બોલના દમ પર શાકિબ અલ હસનનો રેકોર્ડ પણ તોડી શકે છે, તે તેનાથી માત્ર 7 વિકેટ પાછળ છે.ચહલ 15માં ક્રમાંકેટી-20માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકિબ અલ હસનના નામે છે.

જ્યારે યુઝવેન્દ્ર ચહલ આ યાદીમાં 15માં ક્રમાકે છે. જ્યારે ભૂવનેશ્વર કુમાર 18માં નંબર પર છે.શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)- 122 વિકેટરાશિદ ખાન (અફઘાનિસ્તાન)- 115 વિકેટટીમ સાઉથી (ન્યૂઝીલેન્ડ)- 114 વિકેટલસીથ મલિંગા (શ્રીલંકા)- 107 વિકેટઇશ સોઢી (ન્યૂઝીલેન્ડ)- 99 વિકેટયુઝવેન્દ્ર ચહલ (ભારત)- 79 વિકેટભૂવનેશ્વર કુમાર (ભારત)- 77 વિકેટ