વડોદરાના સાવલીના મોક્સી ગામેથી પકડાયેલ એમ.ડી ડ્રગ્સ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત જેલમાંથી ઇબ્રાહીમ હુસૈન ઓડીયાની ધરપકડ કરાઇ છે. મુંબઇના નાગપાડાનો ઇબ્રાહીમ NDPSના ગુનામાં સુરત જેલમાં હતો. ઇબ્રાહીમે આરોપી દિનેશ પાસેથી 200 કિલો એમ.ડી ડ્રગ્સ ખરીદ્યું હતું.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

હાલમાં વડોદરાની એનડીપીએસ (NDPS) કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે ગુજરાત એટીએસ (ATS) ની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે, અગાઉના 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

જે મામલે ડ્રગ્સ માફિયાઓએ 4200 લીટર મેફેડ્રોન તૈયાર કર્યાની કરી કબૂલાત કરી છે. આ મામલે ATSએ કંપનીના માલિક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. જેઓના રિમાન્ડ પૂરા થતા તેઓને વડોદરા જેલ ખાતે મોકલાયા છે.વડોદરા ડ્ર્ગ્સકાંડ તપાસનો રેલો છેક રાજકોટ પહોંચ્યો હતો વધુમાં જણાવી દઇએ કે, રાજ્યમાં પોલીસ અને સુરક્ષા એજન્સીના સતર્કતાના દાવા વચ્ચે પણ તાજેતરમાં વડોદરામાં 225 કિલો MD ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. ત્યાર બાદ આ મામલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે અને આ ડ્રગ્સકાંડને લઈને એક-એક કડીઓ જોડી પોલીસ તપાસમાં ઉતરી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ATSની ટીમો દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ATSની ટીમો દ્વારા મોરબી, વડોદરા, ભરૂચ અને સુરત બાદ રાજકોટમાં પણ તપાસ હાથ ધરાઇ હતી.