હારીજ ફુલવાદી વસાહત માં વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ.

પાટણ જિલ્લા ના વિચરતા સમુદાય સમર્થન મંચના ઉપક્રમે વિચરતી વિમુક્ત જાતિના મુક્તિ દિવસની ઉજવણી તથા યોજનાકીય માહિતી અંગે સેમીનાર યોજાયો હતો.જેમા વિચરતી અને વિમુક્ત જાતિઓને મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામા આવી હતી. જેમા પંડિત દિનદયાળ આવાસ યોજના,માનવ ગરીમા યોજના,વિચરતી જાતિની લોન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.

વિચરતી અને વિમુક્ત જાતિના ઈતિહાસ અને હાલની સ્થિતિ વિશે નાયબ નિયામક કચેરીના નિરીક્ષક જયેશભાઇ અને સમુદાય સમર્થન મંચ ના મોહનભાઇ બજાણીયા એ માહિતી આપી હતી.

આ પ્રસંગે પાટણ જીલા નાયબ નિયામક પાટણ (વિ. જા.) કલ્યાણ કચેરી ના નિરક્ષક જયેશભાઈ અને વિચરતા સમુદાય સમર્થન મંચ પાટણ જિલ્લા ના ના કાર્યકર મોહનભાઇ, શંકરભાઈ બજાણીયા તેમજ મોટી સંખ્યામા વિચરતી અને વિમુક્ત જાતિઓ ના પરિવારો હાજર રહ્યા હતા.