તારીખ ૩૧/૮/૨૦૨૨
જાફરાબાદ ગીરીરાજ ચોક ખાતે આજે ગણેશ ચતુર્થી ના દિવસે "આવકાર" કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નાં માર્ગદર્શન નીચે કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું...
જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકો પોતાના પ્રશ્નો તથા વાત રજૂ કરી શકે તે માટે કાર્યલય પ્રારંભ કરવામાં આવ્યું હતું. લોકોના અટવાતા કામો તેમજ ખેડૂતોના અનેક પ્રશ્નો ને યોગ્ય ન્યાય તેમજ ઝડપથી કોઈપણ પ્રશ્નનો નું નિરાકરણ લાવવા અને ગરીબ લોકોને ખોટા ધક્કા માંથી મુક્તિ મળે તે હેતુથી આજે કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ આવકાર કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહી સાથ સહકાર આપ્યો હતો..
રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર ને સાથે રાખી દરેક ગામડાઓના તેમજ શહેર ના કામો માટે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવ્યું.