એશિયા કપ 2022માં 31 ઓગસ્ટે ભારત અને હૉંગકોંગ વચ્ચે મેચ રમાશે. ભારત જેવી ટીમ વિરૂદ્ધ હૉંગકોંગનું જીતવુ લગભગ અશક્ય છએ. એવામાં જો હૉંગકોંગની ટીમ ભારતને ટક્કર આપવામાં સફળ રહે છે તો તેની માટે આ મનોવૈજ્ઞાનિક જીત ગણાશે. રોહિત શર્મા આ મેચમાં ભારતની કેપ્ટન્સી કરશે બીજી તરફ નિજાકત ખાનના ખભા પર હૉંગકોંગની ટીમનો દારોમદાર હશે.હૉંગકોંગની ટીમે આંતરરાષ્ટ્રીય લેવલ પર વધુ મેચ રમી નથી અને તેનો રેકોર્ડ પણ એટલો ખાસ રહ્યો નથી. તેમ છતા હૉંગકોંગનો ક્રિકેટ ઇતિહાસ ઘણો જૂનો છે અને 19મી શતાબ્દીમાં ત્યા ક્રિકેટની શરૂઆત થઇ ગઇ હતી.

હૉંગકોંગ ક્રિકેટ સાથે જોડાયેલી મહત્વની વાતો1. હૉંગકોંગમાં પ્રથમ વખત 1841માં ક્રિકેટ મેચનું આયોજન થયુ હતુ. તેના 10 વર્ષ પછી હૉંગકોંગ ક્રિકેટ ક્લબની સ્થાપના થઇ હતી.2. વર્ષ 1892માં 10 ઓક્ટોબરે હૉંગકોંગ ક્રિકેટ ટીમ સહિત 125 લોકોને લઇને જતુ જહાજ તોફાનની ઝપટમાં આવતા દરિયામાં ડુબી ગયુ હતુ, તે ઘટનામાં હૉંગકોંગના 13માંથી 11 ખેલાડીઓના મોત થયા હતા.3. 1921-22 દરમિયાન હૉંગકોંગમાં સેકન્ડ ડિવીઝન લીગ ક્રિકેટ શરૂ થઇ હતી.

કિંગ જોર્ડ ધ ફિફ્થ સ્કૂલ (જૂનું નામ સેન્ટ્રલ બ્રિટિશ સ્કૂલ) દ્વારા પ્રથમ મેચ રમાઇ હતી.4. વર્ષ 1969માં હૉંગકોંગ ક્રિકેટ એસોસિએશન (HKCA)ને આઇસીસીએ માન્યતા આપી હતી અને હૉંગકોંગ નવો એસોસિએટ સભ્ય બન્યો હતો. તે બાદ વર્ષ 1982માં હૉંગકોંગે પ્રથમ વખત કોઇ આઇસીસી ટ્રોફીમાં ભાગ લીધો હતો.5. વર્ષ 2000માં હૉંગકોંગ ક્રિકેટ માટે ઘણુ યાદગાર રહ્યુ હતુ, તે વર્ષે શારજાહમાં રમાયેલી એસીસી ટ્રોફી ટૂર્નામેન્ટમાં રનર્સઅપ રહ્યા બાદ હૉંગકોંગે પ્રથમ વખત એશિયા કપ (2002) માટે ક્વોલિફાય કર્યુ હતુ.6. વર્ષ 2004 એશિયા દપ દરમિયાન હૉંગકોંગે પ્રથમ વખત ઓફિશિયલ રીતે કોઇ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે બાંગ્લાદેશ વિરૂદ્દ હતી, તે મેચમાં બાંગ્લાદેશે રાહુલ શર્માની કેપ્ટન્સી ધરાવતી હૉંગકોંગને 116 રને હરાવ્યુ હતુ.7. ટી-20 ક્રિકેટમાં પ્રથમ વખત હૉંગકોંગમાં વર્ષ 2006માં રમાઇ હતી જેમાં કેસીસી, એચકેસીસી અને ઇંડિપેડન્ટ ક્લબની ટીમોએ ફેરવેલ મેચની એક સીરિઝમાં ભાગ લીધો હતો. હૉંગકોંગે વર્ષ 2008ના એશિયા કપમાં ભાગ લીધો જ્યા તેને યજમાન પાકિસ્તાન અને ભારત વિરૂદ્ધ મેચ રમવા મળી હતી.8. હૉંગકોંગની ટીમે પોતાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2014માં વર્લ્ડકપમાં નેપાળ વિરૂદ્ધ રમી હતી.

જોકે, તે મેચમાં હૉંગકોંગ 69 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી અને તેને 80 રને હારનો સામનો કરવો પડ્યો હતો.9. હૉંગકોંગે અત્યાર સુધી 26 વન ડે અને 52 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તેને 21 મેચમાં જીત અને 31 મેચમાં હાર મળી છે. બીજી તરફ વન ડે ક્રિકેટમાં હૉંગકોંગે નવ મેચમાં સફળતા મેળવી છે જ્યારે 16માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.10. એજાજ ખાન હૉંગકોંગ માટે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. એજાજ અત્યાર સુધી 47 ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 58 વિકેટ લઇ ચુક્યો છે. બીજી તરફ ટીમના કેપ્ટન નિજાકત ખાન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. નિજાકતે અત્યાર સુધી 51 ટી-20 મેચમાં 19.95ની એવરેજથી 978 રન બનાવ્યા છે.