પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષાની સાથે, વાતાવરણ શુદ્ધિ તથા વધુ વરસાદ લાવવામાં મહત્વપૂર્ણ એવા વૃક્ષોને વધુમાં વધુ ઉછેરવામાં આવે તે આજનાં સમયની તાતી જરૂરિયાત છે. દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીનકવર વધે તે માટે "એક પેડ માં કે નામ" અભિયાન શરૂ કરાવ્યું છે. અત્યારે દેશભરમાં ૩૧ ઓગસ્ટ સુધી સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે ત્યારે "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, નાગરીકો, શિક્ષકો, શાળાના બાળકો, નાગરીકો હર્ષભેર જોડાયા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના બાળકોને જુદાજુદા વૃક્ષોનાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાયલા તાલુકામાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી. જી. ગોહિલ અને સાયલા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વઢવાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગીતાબેન શિરોયા દ્વારા કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દસાડા તાલુકામાં ધારાસભ્ય શ્રી પી.કે પરમાર, દસાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.લીંબડી તાલુકામાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ તલાટી કમ મંત્રી શ્રી, તમામ સરપંચશ્રી, તેમજ SBM-G તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.