સુરેન્દ્રનગર આશરે સો વર્ષ પહેલા વઢવાણના રાજવી શ્રી જોરાવરસિંહજી ના નામ પરથી આગવી નગર રચના ધરાવતું હાલનું જોરાવર નગર વસાવવામાં આવેલ છે આ પ્રજા વત્સલ રાજવીની પુણ્ય સ્મૃતિમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે જોરાવર નગરમાં જુદા જુદા સમયે તમામ સમાજના આગેવાનોએ પોતાના સત્કર્મોની સુવાસ થકી નગરની આગવી ઓળખ ઊભી કરી છે તે પૈકી સતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી અને વકીલ શ્રી વાડીલાલ શાહની સેવાઓને બિરદાવવા તેમજ ઝાંઝરકાના પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી સવૈયા નાથ પ્રત્યે પૂજ્ય ભાવ વ્યક્ત કરવા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ચોકની તકતીઓનું અનાવરણ આજે કરવામાં આવશે