આઝાદી કા અમ્રુત મહોત્સવ નિમિત્તે સમગ્ર ભારતમા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા યોજાયા હતા ત્યારે હિંમતનગર ના શક્તિ નગર વિસ્તારમાં ૩૧માં ગણેશ મહોત્સવ નિમિત્તે દેશભક્તિ જોવા મળી હતી.ગણેશ મહોત્સવ ના સ્થળ પર મેઈન ગેટ થી જ દેશ ભક્તિ જોવા મળી હતી તો ગણેશ જી નો પંડાલ પણ તિરંગા ના રંગમાં જ બનાવવામાં આવ્યો હતો તો આ ઉપરાંત ગણેશજી ની ૧૧ ફુટની પ્રતિમાં પણ તિરંગા ના રંગમાં બનાવવામાં આવી છે તો ઠેર ઠેર તિરંગા લગાડવામાં આવ્યા હતા... શક્તિ નગર વિસ્તાર કે જ્યા ૩૧માં વર્ષને લઈને આ વખતે દેશભક્તિ ઉજાગર કરતા ગણેશજી ની પ્રતિમાં મુકવામાં આવી છે અને સમગ્ર પંથક કે જ્યા ગણેશ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યા દેશ ભક્તિ નો રંગ જોવા મળી રહ્યો છે.
ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે કેટલાંક પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા છે. જેમાં શ્રી ગણેશજીની માટીની મૂર્તિ નવ(૯) ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગો ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ. શ્રી ગણેશજીની પી.ઓ.પીની મૂર્તિ પાંચ(૫) ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેરમાર્ગો પર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખી છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ. મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હ કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા,ખરીદવા તથા વેચાણ ઉપર પ્રતિબંધ. વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ. વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ. આ પ્રતિબંધ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યું છે