હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં અને આસપાસના વિસ્તારોમાં હંમેશા દરેક પ્રકારની ઈમરજન્સી વખતે જેમાં આગનો બનાવ હોય કે વાવાઝોડું હોય ભારે વરસાદ હોય કે વરસાદી પૂર હોય કે અલગ અલગ પ્રકારની મનુષ્યો સહિત અન્ય જીવો માટેનું રેસ્ક્યુ ઓપરેશન હોય તેવી અનેક વિપદાની વિકટ ઘડીના બનાવમાં હંમેશા ઢાલ બની લોકોના જીવનું પોતાના જીવને જોખમે રક્ષણ કરતા અને મુસીબતોમાંથી લોકોને ઉગારતા હાલોલ નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમના કર્મચારીઓએ આજરોજ ૧૪ મી એપ્રિલે મનાવતા ફાયર સર્વિસ ડે નિમિત્તે હાલોલ સર્વિસ સ્ટેશન ખાતે ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી હતી.જેમાં વર્ષ ૧૯૪૪ ની ૧૪ મી એપ્રિલના દિવસે બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમ્યાન મુંબઈ બંદરના વિક્ટોરિયા ડૉક પર બ્રિટિશ માલવાહક જહાજ એસ.એસ. ફોર્ટ સ્ટિકાઈન કે જેમાં એક મિલિયન લીટર લુબ્રિકેટિંગ તેલ, લાખો કપાસની ઘાસડીઓ, અને દારૂગોળાની અંત્યંત જવલનશીલ ચીજ વસ્તુઓ તેમજ ડીટોનેટર, ચલણી નાણું, અને સોનુ સહિતનો સામાન ભરેલો હતો જેમાં કોઈ કારણોસર એકાએક ભયાનક ભીષણ આગ ફાટી નીકળવાના બનાવમાં આગને ઓલવવા તેમજ બચાવ કાર્ય ઉતરેલા મુંબઈ અગ્નિશામક દળના ૬૬ જેટલા જવાનો આગ ઓલાવવાની કામગીરીમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહીદ થયા હતા જે કરુણ બનાવ બાદ સમગ્ર દેશભરમાં ૧૯૪૪ ની ૧૪મી એપ્રિલથી દર વર્ષે ૧૪ મી એપ્રિલના દિવસે અગ્નિસામક દળના આ વીર ૬૬ જવાનોના યાદ અને માનમાં ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરી શહીદ જવાનોએ દર વર્ષે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત આજરોજ હાલોલના વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન ખાતેની ટીમના કર્મચારીઓ એકત્રિત થઈ આ ૬૬ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરી હતી અને સાતો સાત એક સપ્તાહ સુધી ચાલનાર એટલે કે ૧૪મી એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધી ચાલનાર ફાયર સેફ્ટી વિકની ઉજવણીનો શુભારંભ કર્યો હતો.