મહારાષ્ટ્રમાં બુધવારથી દસ દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવનો પ્રારંભ થયો છે. હવે ગણેશ ઉત્સવનો તહેવાર માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત નથી રહ્યો, દેશભરમાં તેની ધૂમધામ છે. હવે દેશના ખૂણે ખૂણે ગણેશ ઉત્સવ ઉજવાય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન, આ તહેવાર કોરોના વાયરસના ચેપને કારણે ઘણા પ્રતિબંધોના પડછાયા હેઠળ ઉજવવામાં આવ્યો હતો.
‘વિઘ્નહર્તા’ તરીકે પૂજવામાં આવતા ભગવાન ગણેશની મૂર્તિઓ રાજ્યભરમાં તેમના ઘરોમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. કોરોનાની અસર ઓછી થયા બાદ આ વર્ષે ગણેશ મૂર્તિઓની સ્થાપના જાહેર સ્તરે ભવ્ય પંડાલોમાં કરવામાં આવશે.
રાષ્ટ્રવાદી નેતા બાલ ગંગાધર તિલક અને અન્ય લોકો દ્વારા 1890ના દાયકામાં મહારાષ્ટ્રમાં આ તહેવારની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્સવના છેલ્લા દિવસોમાં, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં ગણેશ મંડળો ઢોલ અને ખંજરી વગાડતા મૂર્તિઓ સાથે સરઘસ કાઢે છે. મંગળવારે રાત્રે જ મોટા ભાગના લોકો ગણપતિની મૂર્તિને ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા સાથે પોતાના ઘરે લાવ્યા હતા.