અમદાવાદમાં કોંગ્રેસની પદયાત્રા:ડ્રગ્સ અને મોંઘવારી સામે કોંગ્રેસની બે દિવસ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે, 16 વિધાનસભા વિસ્તારમાં ફરશે 

આપ પાર્ટીની ની દેખા દેખી.... કરતી કોંગ્રેસ પાર્ટી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. બેકારી, મોંઘવારી, નશાખોરી વગેરે જેવા મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં બે દિવસ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજવામાં આવશે. 1 અને 2 સપ્ટેમ્બરના રોજ યોજાનરી આ પદયાત્રા દ્વારા બેકારી, મોંઘવારી નશાખોરી વગેરે જેવા મુદ્દાને કોંગ્રેસ લોકો સુધી લઈ જશે.

કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે ક્યાં કમો તમારા બોલે છે જનતા પૂછે છે, જનતા જાણવા માગે છે..  

ડ્રગ્સ અને મોંઘવારી સામે કોંગ્રેસની પદયાત્રા

શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, નશામાં યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, મોંઘવારી આસમાને છે. મહિલાઓ પર અત્યાચાર અને ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે. આ મુદ્દાને લઈ પદયાત્રા યોજવામાં આવશે. શહેરના 16 વિધાનસભામાં આ પદયાત્રા કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પદયાત્રામાં જોડાઈને અહંકારી સરકારે દૂર કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

5 સપ્ટેમ્બરે કાર્યકર્તા સંમેલનમાં રાહુલ ગાંધી હાજર રહેશે

પહેલી અને બીજી સપ્ટેમ્બરના રોજ યોજાનારી પદયાત્રા સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 યોજાશે. આ પદયાત્રા 5થી 7 કિલોમીટરની રહેશે. કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, સરકારની નિષ્ફળતા સામે આ પદયાત્રા છે. પરિવર્તન યાત્રાની સાથે આગામી 5 તારીખે રાહુલ ગાંધીની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજાશે. લોકો અને કાર્યકર્તાઓ જોડાય તેના માટે અપીલ કરીશું. મોંઘવારી , કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ લઇને લોકો સમક્ષ જઈશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા શહેઝદખાને જણાવ્યું હતું કે AMCની હાલત ભાજપના રાજમાં ખરાબ થઈ છે. આ મુદ્દે આગામી સમયમાં કોર્પોરેશનનો ઘેરાવ કરીશું.