આજરોજ વિજપડી ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.

શ્રી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા (૧૦૨)માં નેત્ર નિદાન કેમ્પ 

    શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિજપડી લોહાણા મહાજન વાડીમાં યોજાયો હતો. આ કેમ્પના મુખ્ય દાતાશ્રી માધવ સેવા તરફથી રાખેલ આ કેમ્પને વિજપડી ગામના સરપંચ ભરતભાઈ તથા મેહમાન ભીખાદાદા પ્રજાપતિ હાડીડા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. આ તકે રાજકોટ હોસ્પિટલના (નિષ્ણાંત ડૉ. રાઠોડ સાહેબ તથા એમની ટીમ દ્વારા ૧૦૨મો નિદાન કેમ્પ માં દર્દીઓની આંખની તપાસ કરી મોતિયો માલૂમ પડતાં (૨૨) દર્દીઓને સ્પેશિયલ વાહન દ્વારા રાજકોટ લઈ જવાયા. આ કેમ્પમાં આવ્યા દર્દીઓને ચા-પાણી તેમજ બપોરનું ભોજન દાતા માધવ સેવા તરફથી આપવામાં આવેલ. આ તકે બહાર ગામના મહેમાનો તથા ગામના વડીલો, વેપારી મિત્રો બહોળી સંખ્યામાં હાજરી આપેલ. આ કેમ્પને વધારે વેગવંતો સફળ બનાવવા સેવા ટ્રસ્ટ ના તમામ સદસ્યોએ તન મન ધનથી સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

 રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા