સુરતમાં ડીહાઇડ્રેશનના કારણે માત્ર 6 મહિનામાંજ 106 બાળકોના મોત થયા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
ઝાડા-ઊલટીના કારણે થતા બાળમૃત્યુનોઆંકડો ભારતમાં ખૂબ મોટો છે,દેશમાં બાળમૃત્યુના આંકડામાં ઝાડા-ઊલટીની બીમારી બીજા ક્રમાંકે છે.
સુરતમાં સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં છેલ્લા 6 મહિનામાં 106 જેટલા બાળકોના મોત થયા હોવાનો ખુલાસો થયો છે.
દર 2 દિવસે 1 બાળકનું મોત થતું હોવાનું સામે આવ્યું છે.
બાળ મૃત્યુઆંકની હકીકત સામે આવતા પીડિયાટ્રિક વિભાગ ઉપર સવાલો ઊભા થયા છે.
હોસ્પિટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાંત તબીબોના અભાવે પણ આ પરીસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાતો ઉઠવા પામી છે. અહીં પીડિયાટ્રિક આઈસીયુમાં ગંભીર પ્રકારના બાળ દર્દીઓ દાખલ કરવામાં આવે છે. જેમની ઉંમર 1 માસથી વધુ હોય છે. પરંતુ દેખરેખના અભાવે છેલ્લા બે મહિનામાં 29 બાળકો જીવ ગયો છે અને છ મહિનામાં 106 બાળકોના મોત થયા છે.