કહેવાય છે કે અત્યારે કળિયુગ જેવો સમય ચાલે છે અહીંપૈસા માટે ભાઈ ભાઈનો નથી, બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી, ભલાઈનો જમાનો નથી પરંતુ અત્યારના કળિયુગના સમયમાં પણ ભલા માણસો આપણી વચ્ચે જ રહે છે. જેઓ ઈમાનદારીથી જીવન જીવે છે. પોતાના મહેનતના જ પૈસાથી જ જીવન ચલાવે છે વાત ગઈકાલની છે સિહોર મોટાચોક નજીક આવેલ વીકળીયા ઢાળ પાસે કપોળવાડીના નાકે ચામુંડા ચા સેન્ટર નામની ચા ની રેંકડી ધરાવતા ગીગાભાઇ મકવાણા જેઓ ગત રાત્રીના ૧૦ કલાકે દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે શાકમાર્કેટ નજીક હબીબાની શેરી પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ નું ડોક્યૂમેન્ટ તેમજ રોકડ રકમ સાથે પર્સ મળતા તેઓએ મૂળ માલિકની શોધખોળ કરતા જેમાં અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં પર્સ ખોલતા તેમાં પર્સ માં વ્યક્તિ નો ફોટો ,તેમજ આધારકાર્ડ તેમજ પુરાવો મળતા વ્યક્તિ ને જાણ
કરતા આજે સવારે શંખનાદ ન્યુઝની હાજરીમાં મૂળ માલિક રિયાઝ કુરેશી સરકારી હોસ્પિટલની બાજુ વાળાને રૂબરૂ બોલાવી પર્સ પરત કર્યું હતું જે અંગે રિયાઝે જણાવ્યું હતું કે પાકીટ માં તમામ પ્રકારના ડોક્ય્મેન્ટ તેમજ રોકડ રકમ જેસે થે પરિસ્થિતિ માં હતું તે જ સ્થિતિમાં મને ગીગાભાઈએ પરત કર્યું છે જે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ગીગાભાઈ કહે છે કે રૂપિયા હાથનો મેલ છે એ તો આવે ને જાય પણ માણસાઈ મટવી ન જોઈએ અહીં એકવાત ચોક્કસ છે કે ઈમાનદારી મરી પરવરી નથી
ગીગાભાઇ વિકળિયા ઢાળ પાસે ચા ની લારી રાખી ચા વેચે છે, ગઇકાલે શાકમાર્કેટ પાસેથી પર્સ મળ્યું હતું, ગીગાભાઇ કહે છે