કાર્તિક આર્યન બોલિવૂડના બહુમુખી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે હંમેશા ફિલ્મોમાં પોતાના અલગ-અલગ પાત્રો ભજવીને ચાહકોનું દિલ જીત્યું છે. તાજેતરમાં, કાર્તિકને પાન મસાલાની જાહેરાત કરવાની ઓફર મળી. જે કાર્તિકે કરવાની ના પાડી હતી.
બોલિવૂડ હંગામામાં પ્રકાશિત અહેવાલ મુજબ, ભૂલ ભૂલૈયાના અભિનેતા કાર્તિક આર્યનને તાજેતરમાં પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરવાની ઓફર મળી હતી. આ એડ માટે કાર્તિકને 8 થી 9 કરોડની ઓફર કરવામાં આવી હતી. એક એડ માટે આટલી મોટી રકમની ઓફર કરવામાં આવી હોવા છતાં કાર્તિકે એડ કરવાની ના પાડી દીધી હતી. યુથ આઇકોન હોવાના કારણે કાર્તિકે પાન મસાલાની જાહેરાત કરવાનો ઇનકાર કર્યો હતો.
ભુલ ભુલૈયા અભિનેતાના નિર્ણયની પ્રશંસા કરતા સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રહલાદ નિહલાનીએ કહ્યું કે પાન મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને બોલીવુડ સેલેબ્સ આવી વસ્તુઓને પ્રમોટ કરીને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પ્રહલાદે કહ્યું કે દારૂ અને પાન મસાલાનો પ્રચાર કરવો ગેરકાયદેસર છે. કાયદા મુજબ, સીબીએફસીએ આવી કોઈપણ પ્રચારના પ્રસારણને પ્રમાણિત કરવું જોઈએ નહીં. લોકો બોલિવૂડ સેલેબ્સને પોતાની આઈડલ માને છે, અને ઘણા લોકો તેમને વિચાર્યા વિના માને છે, આવી સ્થિતિમાં, બોલિવૂડ સેલેબ્સે એવી કોઈ પણ ખાદ્ય ચીજવસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય.
યુવાનો પ્રત્યેની પોતાની જવાબદારીઓને સમજતા કાર્તિકે પાન મસાલાને પ્રોત્સાહન આપવાનો ઇનકાર કર્યો હતો. કાર્તિકની ડેબ્યુ ફિલ્મ આકાશ વાણી યુવા આધારિત લવસ્ટોરી હતી. ત્યારપછી કાર્તિકે એક પછી એક હિટ ફિલ્મો આપી. જ્યારે બોલિવૂડના મોટા સ્ટાર્સ આમિર, શાહરૂખ અને અક્ષય કુમાર પાન મસાલાની જાહેરાત કરી રહ્યા છે ત્યારે લોકો કાર્તિકના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.