લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' વ્યાખ્યાનમાળા અંતર્ગત કવિ શ્રી તુષાર શુક્લે કહ્યું કે, ગુજરાતી ભાષા માટે 'ગર્વ' નહિ, મને 'ગૌરવ' છે. અહી વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં ઓચિંતા જ શ્રી મોરારિબાપુ આવી પહોંચ્યા હતા અને તેમની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સાહિત્યકાર ચિંતક અને કેળવણીકાર શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળાના ઓગણીશમા મણકાનું વ્યાખ્યાન કવિ શ્રી તુષાર શુક્લે 'ભાષા મારી છે ગુજરાતી...' વિષય પર આપતા ગુજરાતી ભાષા માટે બાળકોને માવતર દ્વારા વ્યવહાર વધવા પર આગ્રહ વ્યક્ત કરી ગુજરાતી ભાષા માટે 'ગર્વ' નહિ, પરંતુ મને 'ગૌરવ' છે, તેમ જણાવી અન્ય ભાષા સાથે માતૃભાષાનો મહિમા વર્ણવ્યો. ગુજરાતી ભાષાને કેટલાકની પછાતપણાની માન્યતા એ ભૂલ ભરેલી માન્યતા ગણાવી, ગુજરાતી તો ઘણાં રંગથી સમૃદ્ધ હોવાનો હરખ વ્યક્ત કર્યો. કવિ શ્રી તુષાર શુક્લે ભક્ત કવિ નરસૈયા સહિત વિવિધ પ્રવાહોની વાત કરી 'જય જય ગરવી ગુજરાત...' રચયિતા કવિ નર્મદ ભાષાથી લડનારા હોઈ એક માટે તેઓને 'વીર કવિ નર્મદ' કહેવાયાનો સાનંદ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, કોઠાસૂઝ સાથેની ભાષાને વિદ્વતા સાથે સંબંધ નથી. ભાષા સાથે અર્થ સંકોચન તેમજ અર્થ વિસ્તરણનું પણ કૌશલ્ય રહેલું છે. આ દરમિયાન તેઓએ બાળકોના શિક્ષણ માટે માતૃભાષાનો આગ્રહ વ્યક્ત કરી, અન્ય ભાષાના સમતોલ સમન્વયનો પણ હકાર રાખવા જણાવ્યું. આ વ્યાખ્યાન સાથે પૂર્વ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં ઓચિંતા જ શ્રી મોરારિબાપુ આવી પહોંચતા સૌના ઉમંગમાં વધારો થયો હતો. શ્રી મોરારિબાપુને મૌન હોવા છતાં નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિના સંચાલનમાં હળવા ટકોર સામે ટુંકુ ઉદબોધન કરી કહ્યું કે, પોતે ચાતુર્માસ દરમિયાન વ્યાસપીઠ સિવાય મૌન હોય છે, પણ અહીંયા લોકપીઠ છે, બોલવામાં વાંધો નથી. શ્રી મોરારિબાપુએ આ પ્રસંગે તેમની સહજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સન્માન વિધિમાં સહભાગી થયા હતા. કાર્યક્રમના પ્રારંભે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ સંસ્થાની અગાઉની અને અત્યારની સ્થિતિ તથા પરિસ્થિતિનો ઉલ્લેખ કરી નવી વિશ્વવિદ્યાલયના ઉમેરાની વાત કરી વક્તા શ્રી તુષાર શુક્લનો પરિચય કરાવી, તેઓને કવિ અને અભ્યાસુ સાથે નમૂનેદાર વ્યક્તિ ગણાવી નઈ તાલીમના ખરા માણસ ઉપરાંત મોજના માણસ ગણાવેલ. અહી પૂર્વ વિદ્યાર્થીઓને સન્માન અર્પણ કરાયેલ. વિવિધ ક્ષેત્રમાં નમૂનેદાર કામ કરનાર અહીંના વિદ્યાર્થી મહાનુભાવો શ્રી મનજીભાઈ નાકરાણી (સહકાર), શ્રી મોહનભાઈ તથા શ્રી નંદુબેન દલસાણિયા (શિક્ષણ - ગ્રામવિકાસ), શ્રી દિનેશભાઈ ઠાકર (પર્યાવરણ), શ્રી માધુભાઈ નાંદરિયા (શિક્ષણ) તથા શ્રી ફાધર થોમસ (શિક્ષણ) સન્માનિત થયા હતા. આ પ્રસંગે વકતાનું અભિવાદન અને કાર્યક્રમની આભારવિધિ શ્રી રામચંદ્રભાઈ પંચોળી દ્વારા થયેલ. સંચાલનમાં કુમારી દીપ્તિ વાઘેલા રહેલ. વિવિધ ગીત ગામમાં સંગીતવૃંદની સુંદર પ્રસ્તુતિ રહી. અહી લોકભારતી પરિવારના શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની, શ્રી યોગેશભાઈ ભટ્ટ તેમજ શ્રી નાનુભાઈ શિરોયા, શ્રી મેહુરભાઈ લવતુકા તેમજ કાર્યકર્તા અગ્રણીઓ જોડાયા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं