મનપાની ફૂડ શાખા દ્વારા લેવાતા અને અમદાવાદ લેબોરેટરીમાં પાસ થતા નમુનાના રીપોર્ટ પર વધુ શંકા જન્માવતા બે રીપોર્ટ પુનાની લેબોરેટરીમાંથી આવતા ચકચાર મચી છે. પરાબજારના દરજી બજારની પેઢીમાંથી લેવાયેલો અને અમદાવાદ પાસ થયેલા મસાલાના સેમ્પલના પરીક્ષણ પુના ખાતે મહાપાલિકાએ ‘સ્થાનિક રીપોર્ટ પડકારીને’ ચકાસવાનું ચાલુ રખાવતા વધુ બે રીપોર્ટ ફેઇલ જાહેર થયા છે. મનપાના ફૂડ સેફટી વાનમાં સ્પષ્ટ રીતે મસાલામાં ભેળસેળ દેખાતી હોવા છતાં અમદાવાદ લેબમાં પાસ થતા કદાચ પ્રથમ વખત કોર્પો.એ આ રીપોર્ટને પડકારવા નકકી કર્યુ હતું. રીએનાલીસીસ માટે પુનામાં સેમ્પલ મોકલતા બાકીના બે નમુના પણ અનસેફ જાહેર થયા છે. આથી સ્થાનિક ફૂડ તંત્રની આ જાહેર આરોગ્યના હિતની કામગીરી વચ્ચે તંત્રના જ કેટલાક લાગતા વળગતા લોકો આવા વેપારીઓના ‘સલાહકાર’ બનીને અમદાવાદ સુધી પહોંચી જતા હોવાની શંકા અને ચર્ચા આરોગ્ય શાખામાં જોરશોરથી થવા લાગી છે.