કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મામલે કરેલા શબ્દપ્રયોગન કરેલા સંબોધનને લઈને ઊભો થયેલો વિવાદ જલદી શાંત પડે તેવું લાગતું નથી. ત્યારે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે જે શબ્દપ્રયોગ કર્યો તે મામલે નિવેદન આપ્યું હતું.

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે થયેલ શબ્દપ્રયોગનો વિવાદ મામલો
  • કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કર્યો હતો શબ્દપ્રયોગ
  • જે શબ્દપ્રયોગ કર્યો તે અશોભનીય : ભુપેન્દ્ર પટેલ

સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે જે શબ્દપ્રયોગ કર્યો તે અશોભનીય અને રાષ્ટ્રપતિપદની ગરિમાને લાંછન લગાડનારો છે. રાષ્ટ્રપતિશ્રીના સંવૈધાનિક પદ, આદિવાસી સમુદાય અને મહિલાઓના અપમાન બદલ કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે.