મદદનિશ પોલીસ કમિશનર શ્રી,

જે.એમ.યાદવ સાહેબ નાઓ તરફથી પોલીસ ઇન્સપેકટર કે.વી.પટેલ નાઓએ જરૂરી હુકમ કરેલ હોય જે

અન્વયે પોલીસ ઈન્સપેકટર કે.વી.પટેલ નાઓના અંગત બાતમીદાર મારફતે સચોટ અને આધારભુત

માહીતી મળેલ કે “ ધવલ ખેતીયા તથા પુરવ પંચાલ નામના ઇસમો ભેગા મળી પોતાની ફોર વ્હીલર

ગાડીમા લેપટોપ તેમજ મોબાઇલ ફોન રાખી ગેર કાયદેસર યુ.એસ.એ. કોલ સેન્ટર ચલાવી પોતે અમેરીકાની

“Cash usa” નામની લોન આપનાર કંપની માથી વાત કરતા હોવાની ખોટી ઓળખ આપી લોન આપવાનુ

કહીને અમેરીકન નાગરીકોને “ CANADIAN IMPARIAL BANK OF COMMERCE અને BANK OF

MONTREAL ના ડુપ્લીકેટ ચેક અમેરીકન નાગરીકોને ઇમેલ આઇ.ડી. પર મોકલી આપી સોફ્ટવેર મારફતે

અમેરીકાનો નંબર ડિસ્પ્લે કરી કોલ કરી લોન આપવાના બહાને પ્રોસેસથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે

છે અને ભોગ બનનારને ટેક્ષ્ટ મેસેજ તથા ઈ-મેઈલ મોકલી વિશ્વાસમા લઈ અમેરીકન એક્સપ્રેસ, એપ્પલ

આઇક્યુન, BTC વિગેરેમાં પ્રોસેસ કરાવી છેતરપીંડી કરી નાણાં મેળવી લઇ અમેરીકન નાગરીકો પાસેથી

પૈસા પડાવવાની ગે.કા પ્રવૃતિ કરી રહેલ છે” વિગેરે બાતમી હકીકત આધારે પોલીસ ઈન્સપેકટર

કે.વી.પટેલ પોતાની ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા સદરી જગ્યાએથી આરોપી (૧) ધવલ

S/O મહેશભાઇ ખેતીયા ઉ.વ-૩૬, રહેવાસી- ૪૦૬, આશુતોષ એપાર્ટમેન્ટ, સુભાષબ્રિજ, રાણીપ, અમદાવાદ

શહેર (૨) પુરવ S/O અશોકભાઇ પંચાલ, ઉ.વ-૪૦, રહેવાસી- એફ-૧૬, મનમોહન એપાર્ટમેન્ટ, મેટ્રોપોલીટન

હોલની પાછળ, સુભાષબ્રિજ, રાણીપ, અમદાવાદ શહેર નાઓ મળી આવેલ હોય જે આરોપીને તા-

૩૦/૦૮/૨૦૨૨ ના ક્લાક ૧૦/૨૦ વાગે પકડી અટક કરવામા આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) એક એપ્પલ કંપનીનો i-phone 11 મોડલ નો વાઇટકલરનો મોબાઇલ ફોન કિ.રૂ-૧૦,૦૦૦/-

(૨) એક Lenovo કંપનીનુ ThinkPad બ્લેક કલરનું લેપટોપ કિ.રૂ-૧૦,૦૦૦/-

(3) એક એપ્પલ કંપનીનો i-phone 7 મોડલ નો બ્લેકકલરનો મોબાઇલ ફોન કિ.રૂ-૫૦૦૦/-

(૪) એક સેમસંગ કંપનીનો બ્લેકકલરનો મોબાઇલ ફોન જેનો કિ.રૂ-૧૦૦૦/-

(૫) CANADIAN IMPARIAL BANK OF COMMERCE બેંકના ડુપ્લીકેટ ચેક નંગ- ૫૨ તથા

BANK OF MONTREAL બેંકના ડુપ્લીકેટ ચેક નંગ- ૦૫ કિ.રૂ-૦૦/૦૦

(૬) એક લાલ કલરની હોન્ડા સીટી ફોર વ્હીલર નંબર- GJ.01.KX.1339 કી.રૂ-૨,૫૦,૦૦૦/-

બંન્ને આરોપીની પુછપરછ કરતા પોતે સાળા બનેવીનો સબંધ ધરાવે છે અને બંન્ને આરોપીઓ

છેલ્લા બે વર્ષથી આ ગે.કા કોલ સેન્ટર ચલાવે છે.અગાઉ આરોપીઓ લીગલ કોલ સેન્ટરમા નોકરી

કરતા હતા બાદ YOUTUBE LINKEDIN જેવી એપ્લીકેશન મારફતે ગેર કાયદેસર કોલ સેન્ટર બાબતે

માહીતી મેળવી ઓછા સમયમા વધુ નાણા કમાવવાની ઘેલછામા ગેર કાયદેસર કોલ સેન્ટર શરૂ કરેલ

હોવાની કબુલાત કરેલ છે.