ડીસા શહેર દક્ષિણ પોલીસે જાહેરમાં મોબાઈલ પર ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરી સટ્ટાની આઇડી આપનારની તપાસ હાથ ધરી હતી.

ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ડીસા શાકમાર્કેટની બાજુમાં જાહેરમાં એક શખ્સ મોબાઈલ પર આઈ.ડી.વડે સટ્ટો રમતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પકડી તેના મોબાઇલની તપાસ કરતા તે મોબાઈલ પર આઇ.ડી. વડે સટ્ટો રમતો હોવાનો જણાયું હતું.

જેથી પોલીસે તરત જ તેની અટકાયત કરી હતી. ઝડપાયેલા શખ્સ કાંતિલાલ ટેકચંદ ઠક્કર (રહે. ઉમિયાનગર, ડીસા) નો મોબાઇલ જપ્ત કરી તેમાં અંદર રહેલી આઇડી લિંકની તપાસ કરી આઈડી આપનારની પણ તપાસ હાથ ધરી હતી.