અમરેલી સર્કિટ હાઉસ ખાને પત્રકાર એના પરિષદ ની મીટીંગ યોજાઈ હતી અમરેલી જિલ્લા પત્રકાર એક્તા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાલુકા પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ. અમરેલી તાલુકાના તમામ વરિષ્ઠ પત્રકાર મિત્રો હાજર રહ્યા હાજર રહેલા તમામ પત્રકારોનું શબ્દોથી સ્વાગત પત્રકાર એકતા પરિષદના જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ વિષ્ણુસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઉપપ્રમુખ પ્રતાભાઈ વરૂ દ્વારા સંગઠનની કામગીરી અને રાંગઠનથી થતાં લાભ વિશે માહિતી આપી હતી.તેમજ પ્રદેશ રસિકભાઈ વેગડા, ભવદિપભાઈ ઠાકર, જયસુખભાઇ સોજીત્રા,પંકજભાઈ હતા, ભાવેશભાઈ વાઘેલા રાહિતના જિલ્લા અને તાલુકાના હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ પદે રોમિલભાઈ ચૌહાણ તેમજ ખજાનચી તરીકે નિલેશભાઈ જાની ની નિમણુંક કરવામાં આવી હતી તેમજ પત્રકાર એકતા પરિષદની કાર્યપદ્ધતિ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી જેમાં તાલુકા પ્રમુખ માટે દરખાસ્ત માંગાવતા પ્રદીપભાઈ ઠાકર નાં નામની પ્રથમ દરખાસ્ત આવતા સર્વાનુમતે શ્રી પ્રદીપભાઈ ઠાકર ને અમરેલી તાલુકા પ્રમુખ તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી.. નવા પ્રમુખ સાથે નવી તાલુકાની કારોબારીમાં ઉપ પ્રમુખ પ શ્રીઅતુલભાઈ ચૌહાણ, મહામંત્રી પદે ઘનશ્યાભાઈ લોભિયા, મંત્રી પદે કિરીટભાઈ વ્યાસ,ગૌરાંગ સોઢા, ખજાનચી પદે ભરતભાઇ હરખાણી આઇ.ટી.સેલમાં જય સેઘણીને સર્વાનુમતે નિયુક્ત કરી ફૂલહાર પહેરાવી બહુમાન કર્યું હતું. નવનિયુક્ત પ્રમુખ શ્રી દ્વારા વહેલી તકે તમામ તાલુકાની કારોબારીની ખરાઈ કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવા અને અન્ય તાલુકાઓની સાથે કદમ થી કદમ મિલાવી અમરેલી પણ અગ્ર હરોળમાં આવે તેવા પ્રયત્નો કરવા ખાત્રી આપી હતી.તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જાવેદખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.