ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે. વરસાદ અંગે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલે વરસાદની  આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે. આશ્લેશા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે. તારીખ 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ફરી લોકો ચિંતામાં પેઠા છે. 

  • રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદને લઈને આગાહી
  • 2થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે
  • આશ્લેશા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે
  • 10 ઓગસ્ટે સુધીમાં દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે 65 ટકા ઉપર સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી છે કે બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.