તમને જણાવી દઈએ કે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે સેન્સેક્સ 1600 પોઈન્ટ્સ અથવા 2.70% સુધીની રિકવરી સાથે 59,550 પોઈન્ટની ઉપર બંધ થયો હતો. આ સમય દરમિયાન BSE ઈન્ડેક્સના તમામ 30 શેરો ગ્રીન ઝોનમાં હતા.
સપ્તાહના પ્રથમ બે ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે અસ્થિર રહ્યા છે. સોમવારે બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને મંગળવારે મજબૂત રિકવરી નોંધાઈ હતી. સોમવારે સેન્સેક્સ 900 પોઈન્ટ સુધી તૂટ્યો હતો જ્યારે મંગળવારે તે 1600 પોઈન્ટ સુધી સુધર્યો હતો.
મંગળવારે બંધ:સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 1600 પોઈન્ટ્સ અથવા 2.70% સુધીની રિકવરી સાથે 59,550 પોઈન્ટની ઉપર બંધ થયો. આ સમય દરમિયાન BSE ઈન્ડેક્સના તમામ 30 શેરો ગ્રીન ઝોનમાં હતા. સૌથી વધુ ફાયદો બજાજ ગ્રુપની કંપનીઓમાં થયો હતો. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ બંનેએ એકંદરે 10 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક સહિત અન્ય બેન્કિંગ, ટેક સંબંધિત કંપનીઓના શેરમાં પણ ઉછાળો આવ્યો હતો.
માર્કેટ કેપિટલ: BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન સોમવારે રૂ. 274.56 લાખ કરોડથી રૂ. 5.73 લાખ કરોડ વધીને રૂ. 280.35 લાખ કરોડ થયું હતું, કારણ કે સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 50 17,700ની સપાટીથી ઉપર ચઢ્યો હતો.
સોમવારે બજારની સ્થિતિઃ સોમવારે સેન્સેક્સ 861.25 પોઈન્ટ અથવા 1.46 ટકાના ઘટાડા સાથે 57,972.62 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે ઘટીને 1,466.4 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 246 પોઈન્ટ એટલે કે 1.4 ટકાના ઘટાડા સાથે 17,312.90 પર બંધ થયો હતો.