ચોક બજાર વિસ્તારમાંથી 11 જુગારીઓ ઝડપાયા

સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન સ્ટાફ ના અંગત બાતમી દાર ને બાતમીદાર રાહે બાતમી હકીકાતો મળેલ હોય કે ચોક બજાર વિસ્તારમાં આવેલ સોસાયટીના મકાનના ધાબા પર કેટલાક ગોળ કુંડાળું વળીને પત્તા પાના પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડી રહ્યા છે

 જે ચોક્કસ અને મતલબી બાતમી મળતાની સાથે જ રસ્તે જતા બે પંચોના માણસોને બોલાવી તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીથી વાકેફ કરી બહારની વાળી જગ્યા પર જઈને રેડ કરતા બાતમી વાળી જગ્યા પરથી કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળીને પત્તા પાના પૈસા વડે જુગાર રમતા જણાઈ આવેલ હોય

 જેથી જુગાર રમતા 11 જેટલા જુગારીયાઓને કોડન કરી તેઓના નામ પૂછી તેઓની અંગ જડતી કરતા તેઓની પાસેથી આશરે રૂપિયા 37,840 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો

 જ્યારે જુગારી આવો પાસે જાહેરમાં જુગાર રમવા બાબતના પાસ પરમિટની માંગણી કરવામાં આવતા પોતાની પાસે કોઈપણ પ્રકારનો પાસ પરમિટ નહીં હોવાનું જણાવેલ હોય જેથી તેઓની વિરુદ્ધમાં જુગારધારા કલમ 12 એ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી