રામપુરા ગામ આવેલા ગૂંદેશ્વર મહાદેવ મંદિરે પ્રાંત:સમયે શિવ પૂજામાં શિવભક્તો લિન થયા.
રામપુરા ગામ માં આવેલા પૌરાણિક શ્રી ગૂંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ગામ ના ભુદેવ દ્વારા શિવપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો.પ્રાત સમયે શિવ મંદિરે ગામ ના ભુદેવ સહિત યુવાન અને વડીલ શિવભક્તો દ્વારા મંદિર ના પરિસર ની સાફસફાઈ,કર્યા બાદ મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે.ગાયનું દૂધ ને દહીં તેમજ અન્ય વિવિધ સામગ્રીથી ભગવાન શિવજીને અભિષેક કરવામાં આવે છે.બિલ્વપત્ર અર્પણ કરી ફૂલો થી શણગાર કરવામાં આવી રહ્યો છે.સૌ શિવભક્તો આનંદ ઉલ્લાસ સાથે ૐ નમઃ શિવાય અને હર હર મહાદેવ નો નાદ કરતા હોવાથી મંદિર ના પરિસર માં ભક્તિનું વાતાવરણ ઉભું થાય છે. આરતી અને પ્રસાદ લઈ સૌ શિવભક્તો ધન્ય બની રહ્યા છે. અમાવસ ના દિવસે ત્યાં શિવજી નો મહા યજ્ઞ યોજાય છે.એમાં આચાર્ય શ્રી શાસ્ત્રી અંકિતભાઈ.ડી દવે,શાસ્ત્રી પરેશ ભાઈ.ડી દવે દ્વારા મંત્રોચ્ચાર સાથે હવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.ગામના યુવાન મિત્રો અને વડીલો તેમજ કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામ ધૂમ થી યજ્ઞ ની પૂર્ણાહુતિ થઈ હતી. અને રાત્રે ભજનની રમઝટ બોલાવી હતી.શિવજીના દરેક ભક્તો ત્યાં આવી ને ધન્યતા અનુભવે છે.શિવજી ને ફૂલો નો શણગાર પ્રતાપ ભાઈ નેણ કરી ધન્યતા અનુભવે છે.રાણાભાઈ,તાજજી,નાગજીભાઈ,રત્ના ભાઈ પટેલ ,દિનેશભાઇ પટેલ,ઉદા ભાઈ પટેલ, પાચાભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,ડૉ બાબુભાઈ નેણ, મફાજી નેણ.દરેક ગ્રામ જનો ઉપસ્થિત રહે છે..
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી