સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 38 વરસની સિનિયર ફાર્માસિસ્ટ તરીકેની સુદીર્ઘ સેવા બજાવી વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતાં શ્રી અશોકકુમાર ભાનુશંકર પંડ્યાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાઈ ગયો .આ પ્રસંગે શ્રી પી પી પરમાર( ડૉ.વૈદ્ પંચકર્મ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સુરેન્દ્રનગર) ડૉ.મનોજભાઈ તારવણી (જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી) ડૉ. જે. ડી.મકવાણા, ડૉ.ઉર્મિલાબેન તારવણી, ડૉ.ભાવેશભાઈ વાઘેલા( પ્રમુખ શ્રી જીલ્લા પંચાયત મેડિકલ અસોશિયેશન) ડૉ.પુનીતભાઈ જેઠવા, ડૉ દિલીપભાઈ બારૈયા, ડૉ આર. ડી.ઝાલા ( નિવૃત્ત જિલ્લા આયુર્વેદ અધિકારી) ડૉ. કડેવાલ નિવૃત્ત એમ ઓ વગેરે ઉપસ્થિત રહ્યા શ્રી અશોકભાઈ પંડ્યા આમંત્રણને માન આપીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સિવાય ગાંધી હોસ્પિટલના ડૉ. એસ.બી ભટ્ટ( નિવૃત્ત મેડિકલ ઓફિસર ગાંધી હોસ્પિટલ), ડૉ. મનીષ મુદગલ ( એમ.એસ.ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર) તથા જાણીતા એડવોકેટ શ્રી કલ્પેશભાઈ દવે,નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્રના સ્થાપક શ્રી રાજેશભાઈ રાવલ તથા અન્ય શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમર્ગ કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. આર.વી પરમાર તથા મનોજ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું .કાર્યક્રમ દરમિયાન સંગીત અનિલભાઈ શુક્લ (અમરેલી) એ પીરસ્યું હતું..