ભાવનગરમાં જિલ્લામાં લમ્પી વાઈરસે વધુ 12 પશુઓનો ભોગ લીધો, આજે 174 કેસ નોંધાયા અત્યાર સુધી જિલ્લામાં લમ્પી વાઈરસ કુલ 5857 કેસ, 421 પશુઓના મોત ભાવનગર જિલ્લામાં એક દિવસમાં 12 પશુઓના લમ્પી વાઈરસથી મોત થયા છે અને આજે 174 નવા કેસ નોંધાયા છે. વધુમાં 3 ગામોમાં સંક્રમણ જોવા મળ્યું છે. પોઝિટિવ કેસ વધવા સાથે મોતની સંખ્યા પણ વધતા પશુપાલકોમાં ચિંતા વધી રહી છે. ભાવનગર જિલ્લામાં લમ્પીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પશુઓમાં જીવલેણ સાબિત થયેલા લમ્પીનું સંક્રમણ અનિયંત્રિત રહેતા કેસ વધવા સાથે મોતની પણ ઘટનાઓ પણ વધી રહી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 5857 પોઝિટિવ કેસ નોંધાયા છે. 10 તાલુકામાં 476 ગામો અસરગ્રસ્ત ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 5857 કેસ નોંધાયા છે અને કુલ 421 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાયરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. 10 તાલુકામાં 476 ગામો અસરગ્રસ્ત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 29 હજાર 147 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ પશુપાલન વિભાગના અધિકારી કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્સર પીડિતો માટે મહેસાણાની 14 મહિલાઓએ વાળનું દાન કર્યું...
મહેસાણા : રોટરી ક્લબ મહેસાણા દ્વારા હેર ડોનેશન કેમ્પ યોજાયો હતો. જે અંતર્ગત કેન્સર પીડિત દર્દીના...
TMC सांसद मजाक उड़ाते रहे, हंसते हुए राहुल गांधी बना रहे थे VIDEO; मिमिक्री पर बुरी तरह उखड़े राज्यसभा के उपसभापति
नई दिल्ली। लोकसभा की सुरक्षा में हुई चूक के मुद्दे पर संसद के दोनों सदनों में घमासान जारी...
सवड येथे मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्त वेशभूषा धारण करून दिला सर्व धर्म समभावाचा संदेश
सवड येथे मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्त वेशभूषा धारण करून दिला सर्व धर्म समभावाचा संदेश...
মৃত্যুদূতৰ ৰূপত ভয়াবহ আৰ্চেনিক দৰঙৰ এখন গাঁৱত
ছিপাঝাৰ সমষ্টিৰ দেওমৰনৈ অঞ্ছলৰ ভুগৰ্ভৰ পানীত মাৰাত্মক আৰ্চেনিকৰ অৱস্থিতি। দিনৰ পিছত দিন ধৰি পানী...
ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નવા નિયમો જાહેર..
થરાદ ના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે નિયમો તા .01 / 03 / 2023...