ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા ઈ-એફઆઈઆર લોંચ કરવામાં આવી હતી. આ એપમાં અલગ અલગ ૧૪ પ્રકારની સેવા આવતી લેવામાં આવી છે. આ એપ દ્વારા રાજકોટ પોલીસને કુલ ૧૩૬૫ ઓનલાઇન અરજી મળી હતી જેમાંથી રાજકોટ પોલીસે ૧૩૬૪ અરજીઓને સુલજાવી તેનો નિકાલ કર્યો છે.
કાયદા વ્યવસ્થા વધુ વ્યવસ્થિત બને અને લોકોને ફરિયાદ કરવામાં સરળતા રહે અને લોકોના પ્રશ્નો અને ફરિયાદોના જલ્દીથી નિવારણ આવે તે માટે ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ઈ-એફઆઈઆર એપનું લૉન્ચ કરવામાં આવ્યું હતું. નાગરિકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ અલગ અલગ ૧૪ જેટલી સેવાઓ આ એપમાં આવરી લેવામાં આવી હતી.
આ ૧૪ સેવાઓમાં મોબાઈલ ચોરી, વાહન ચોરી, ઈ-અરજી, એફ.આઈ.આર., વ્યક્તિ ગુમ થઈ હોય, સિનિયર સિટીઝનની નોંધણી, ચોરાયેલ સંપતિની જાણ, ડ્રાઈવરની નોંધણી, ઘરઘાટી નોંધણી, એન.ઓ.સી.માટેની અરજી, પોલીસ વેરીફિકેશન વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટના અનેક વિસ્તારમાંથી ફરિયાદ આવી હતી. જેમાં કુલ ૧૨ પોલીસસ્ટેશન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશનમાં ૧૧૪, ભકિતનગરમાં ૧૨૦, આજીડેમમાં ૧૧૨, બી.ડીવીઝનમાં ૧૦૨, કુવાડવામાં ૧૦૨, એરપેાર્ટમાં ૧૦૩, ગાંધીગ્રામમાં ૧૦૫, પ્રધ્યુમનનગરમાં ૧૦૬, ગાંધીગ્રામ ૨ (યુનિવર્સિટી)માં ૧૭૯, એ.ડીવીઝનમાં ૧૦૬, માલવીયા નગરમાં ૧૧૬ અને રાજકોટ તાલુકામાં ૧૦૦ એમ કુલ ૧૩૬૫ જેટલી ઓનલાઈન અરજીઓ આવેલી હતી.