વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 29 જુલાઈ, 2022ના રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કરશે, જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન એ વર્ષ 2017માં કલ્પના કરી હતી કે, આગામી 10 વર્ષમાં ગિફ્ટ સિટી વિશ્વના સૌથી મોટા વ્યાપારિક સાધનો જેવા કે કોમોડિટીઝ, કરન્સી, ઈક્વિટી, વ્યાજ દર હોય કે અન્ય કોઈપણ નાણાકીય સાધન હોય, તે પૈકી ઓછામાં ઓછા કેટલાક નાણાંકીય સાધન માટે ભાવ નિર્ધારક બનવું જોઈએ. IFSCAનો હેતુ બુલિયન ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જેનાથી ભારતને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ પ્રભાવક અને પ્રાઈસ સેટર તરીકેની ઓળખ પ્રાપ્ત થશે.

  • PM મોદી ગુજરાતના પ્રવાસે
  • PM મોદી ગુજરાતને આપશે વધુ એક મોટી ભેટ
  • ગાંધીનગરથી ગુજરાતને વધુ એક મહત્વની ભેટ