ડીસાના અંબિકા ચોક પાસે આવેલ અભય સોસાયટીમાં પોતાના પ્લોટ માં બાંધકામ કરી રહેલ મહિલા ને પ્લોટની બાજુમાં રહેતા બે મહિલા સહિત બે પુરુષોએ પ્લોટ માલિક મહિલાને પથ્થર મારી અપ શબ્દો બોલી બાંધકામની દીવાલો તોડી નાખતા આ મામલે પ્લોટ માલિક ની ફરિયાદના આધારે પોલીસે બે મહિલાઓ સહિત ચાર જણા સામે ગુનો નોંધ્યો છે

આ બનાવની વિગત એવી છે કે ડીસા શહેરના અંબિકા ચોક પાસે આવેલ અભય સોસાયટીમાં રહેતા રમીલાબેન શૈલેષભાઈ ઠક્કર ના ઘરની બાજુમાં તેમની માલિકીનો પ્લોટ આવેલો છે અને પ્લોટની બાજુમાં રહેતા ઘરમાલિક તેમના પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરતા હતા જેથી રમીલાબેન એ મંગળવારે પોતાના પ્લોટ માં દિવાલ બનાવવાનું બાંધકામ શરૂ કર્યું હતું. આ બાંધકામ નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પ્લોટ ની બાજુમાં રહેતા બે મહિલાઓ અને બે પુરુષો ચાર જણા એ ત્યાં આવી બાંધકામ નું કામ કરી રહેલા મજૂરોને અપ શબ્દો બોલી બાંધકામનું કામ બંધ કરાવી દીધું હતું અને દિવાલો ઉપર પાણીનો મારો ચલાવી દિવાલો પણ તોડી નાખી હતી તે દરમિયાન પ્લોટ માલિક રમીલાબેન એ આ લોકોને બાંધકામ તોડતા અટકાવતા તેમાંથી એક મહિલાએ ઉશ્કેરાઈ જઈ પ્લોટ માલિક રમીલાબેન ને અપ શબ્દો બોલી પથરા માર્યા હતા. બાદમાં બે મહિલા સહિત ચાર જણા બાંધકામને ભારે નુકસાન કરી ત્યાંથી જતા રહ્યા હતા આ બનાવ અંગે રમીલાબેન શૈલેષભાઈ ઠક્કરે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બાંધકામ તોડનાર હરેશ નાનાલાલ ભરતીયા મોદી હીનાબેન હરેશ ભરતીયા મોદી બદ્રી ભાઈ હરેશભાઈ ભરતીયા મોદી વિનિતાબેન દિનેશભાઈ ભરતીયા મોદી સામે આઇપીસી કલમ 337. 427. 294. બી 506 (2 ). 114 મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે