મોટાભાગની છોકરીઓ પોતાના ફેસનું ધ્યાન વધારે પ્રમાણમાં રાખતી હોય છે. ફેસના ચક્કરમાં હાથ અને પગની સ્કિન કાળી પડવા લાગે છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે હાથ-પગની સ્કિનનું તમે પ્રોપર રીતે ધ્યાન રાખતા નથી તો તમારી પર્સનાલિટી ખરાબ પડે છે. આ માટે તમારી સ્કિનનું પ્રોપર રીતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમારી સ્કિન કાળી પડી ગઇ છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
એલોવેરા
એલોવેરા જેલ દરેક લોકોની સ્કિન માટે ફાયદાકારક છે. આ માટે તમે એલોવેરા જેલ અને એમાં હળદર મિક્સ કરીને તમારી સ્કિન પર લગાવો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો. મસાજ કરવાથી તમારી સ્કિનની કાળાશ દૂર થાય છે અને વ્હાઇટનેસ આવે છે. એલોવેરા જેલ સ્કિનની અનેક સમસ્યાઓને ઝડપથી દૂર કરવાની તાકાત ધરાવે છે.
ચણાનો લોટ
ચણાનો લોટ તમારી સ્કિનની અનેક સમસ્યાઓને ઝડપથી દૂર કરે છે. ચણાના લોટમાં તમે હળદર અને મુમતાની માટી મિક્સ કરો અને સ્મુધ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારી સ્કિન પર લગાવો. આ પેસ્ટ તમારી સ્કિન પર લગાવીને હળવા હાથે 10 થી 15 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ આ લોટને 5 થી 7 મિનિટ માટે તમારી સ્કિન પર રહેવા દો. આમ કરવાથી તમારી કાળાશ દૂર થઇ જશે અને સાથે તમારી સ્કિન ગ્લો કરશે. ચણાનો લોટ તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
હળદર અને મધ
હળદર અને મધ તમારી સ્કિન માટે સૌથી બેસ્ટ છે. હળદર અને મધ તમારા હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે એક ચમચી હળદર લો અને એમાં મધ એડ કરો. ત્યારબાદ આમાંથી એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટના તમારા હાથ-પગની સ્કિન પર લગાવો અને સુકાવા દો. પેસ્ટ સુકાઇ જાય એટલે 10 થી 15 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી 10 થી 15 દિવસમાં તમારી સ્કિન પર તમને ફરક જોવા મળશે.