સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા ગણેશ ઉત્સવને લઈને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની કામગીરી કરવામાં આવી રહી છે

 જે અંતર્ગત આજરોજ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન ભૂકાવાલા અને દર્શના જરદોષ દ્વારા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગણેશજીના વિસર્જન માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કૃત્રિમ તળાવ અને તેની સાથે જોડાયેલા રૂટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી