રાજકોટ પાસે બામણબોર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચડ્ડી - બનીયાન ગેંગના તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. પાંચેક કારખાનામાં ચોરીનો પ્રયાસ થયો હતો. એરપોર્ટ પોલીસ મથકના વિસ્તારમાં આવતા આર.કે. ઝોન ઇન્ડસ્ટ્રીક એરિયામાં મોડી રાત્રે બુકાની બાંધી પાંચેક જેટલા લોકોની તસ્કર ટોળકી ત્રાટકી હતી. ખૂબ લાંબા સમય સુધી આ ટોળકીએ કારખાનાઓમાં તાળા તોડવા પ્રયાસ કરેલો હતો. પણ તસ્કરો મજબૂત તાળા-લોક તોડી શક્યા નહોતા. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બીજી તરફ પોલીસ નબળું પેટ્રોલિંગ સુધારે તેવી માંગ ઉઠી રહી છે.મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના બામણબોર જીઆઇડીસી પાસે આર.કે. ઝોન ઇન્ડસ્ટ્રીક એરિયામાં ગઈકાલે રાત્રે ચડ્ડી-બનીયાન ચોર ગેંગ ત્રાટકી હતી. ઇન્ડસ્ટ્રીક એરિયામાં પાંચ કારખાનામાં તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે કારખાનાના તાળા તૂટ્યા નહોતા. જેથી કોઈ મુદ્દામાલની ચોરી થઈ નથી. જોકે આ ગેંગે તાળા તોડવા કરેલા પ્રયાસ અને જીઆઇડીસી વિસ્તારમાં આ ગેંગના સભ્યો ચોરીની ફિરાકમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે કારખાનેદારોએ પોલીસને જાણ કરી છે. વધુ તપાસ એરપોર્ટ પોલીસ સ્ટેશનો સ્ટાફ ચલાવી રહ્યો છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं