શ્રીલંકા બાદ હવે ઈરાકમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. લગભગ 10 મહિનાથી દેશમાં કોઈ સરકાર નથી અને શક્તિશાળી શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રે પણ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જેના કારણે તેમના સમર્થકો રોષે ભરાયા હતા. તેઓ રાષ્ટ્રપતિ મહેલમાં પ્રવેશ્યા. તેમની અને ઈરાની તરફી ઈરાકીઓ વચ્ચે સંઘર્ષ થયો. ફાયરિંગમાં 20 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

ઈરાકની રાજધાની બગદાદમાં અરાજકતાનો માહોલ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ શ્રીલંકાની જેમ ઈરાકના રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ઈમારતો પર કબજો જમાવ્યો હતો. સુરક્ષા દળો પણ તેમને વિખેરવામાં નિષ્ફળ રહ્યા હતા. ટોળામાં સામેલ અરાજક તત્વોએ રાષ્ટ્રપતિ મહેલમાં બનેલા સ્વિમિંગ પુલમાં હોબાળો મચાવ્યો હતો. આ લોકો મુક્તદા અલ-સદ્રના સમર્થક હોવાનું કહેવાય છે.