AMC સોલીડ વેસ્ટ વિભાગનો નરી આંખે જોઇ શકાય તેવો સ્પષ્ટ ભષ્ટ્રાચાર વિરોધ પક્ષનેતા શહેઝાદ ખાન પઠાણ #bjp 

વિપક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ આજ રોજ કમિટીના એજન્ડાના કામો બાબતે અખબારી યાદીમાં જણાવે છે કે મળનારી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તે કમિટીમાં આવેલ ...

 કામ નં ૫ આજરોજ મેળેલ હેલ્થ એ, સોલીડવેસ્ટ કમિટીમાં કામ નં ૫ કે જે એબેલોન કલીન એર્નજી લી.ને વેસ્ટ ટુ એર્નજીનો પ્રોજેકટ શરૂ કરવા માટેની મુદતમાં વધારો કરવા બાબતનું કામ છે આ કંપનીને સને ૨૦૧૬માં જમીન ફાળવેલ હતી તે પ્રોજકેટ હકીકતમાં ૨૦૧૮માં કાર્યરત કરવાનો હતો પરંતુ હજુ સુધી કાઇ નક્કર કામગીરી થઇ શકી નથી

 કંપનીનું નામ એબેલોન કલીન એર્નજી લી કેટલા ટનનો કોન્ટ્રાકટ કરેલ છે ૧૦૦૦ ટન કેટલા ટન કચરાનો નિકાલ થાય છે. કામગીરી ચાલુ થઇ નથી કેટલા ફાળવેલ

 ચો.મી.જગ્યા છે

 ૫૮૫૦૦

 અગાઉ કરાર કરેલ કંપની એબેલોન કલીન અર્નજી કંપનીને રોજનો ૧૦૦૦ ટન કચરાનો નિકાલ કરવા ૫૮૫૦૦ ચો.મી. જમીન ફાળવેલ પરંતુ રોજના ૧૦૦૦ ટન કચરો લેવામાં તે કંપની નિષ્ફળ ગઇ છે. તેમજ તે કંપનીઓ દ્વારા તે પ્રોજેકટ બીજી કંપનીઓને મોટા નફાથી વેચી દીધેલ હોવાને કારણે તે કંપનીઓ દ્વારા કરારભંગ કરવામાં આવેલ છે.ત્યારે હવે તે કંપની કેવી રીતે કામ કરશે ? તે શકાંસ્પદ બાબત છે તેમજ સમગ્ર દેશમાંથી આ કામ અસરકારક રીતે કરવામાં કોઇ કંપની સફળ થઇ નથી ત્યારે તેઓને આપેલ જમીન પરત લઇ નિષ્ફળ કંપની ને બ્લેકલીસ્ટ કરવા તેમજ તેની પાસેથી પેનલ્ટી વસુલ કરવી જોઇએ અન્યથા આ કામો કોંગ્રેસ પક્ષ સખ્ત વિરોધ કરે છે. સમગ્ર શહેર ગદંકી અને કચરામુક્ત થાય તે માટે નવેસરથી વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા માટે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.