મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના

સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી જી.જે.રાવત નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ.

એમ.બી.ચાવડા નાઓની ટીમને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, મિરજાપુર,

જી.પી.ઓ. રોડ, કબાડી માર્કેટ પાસે, આઝાદ ગલીના નાકે જાહેરમાંથી આરોપી ઇરફાન ઉર્ફે મચ્છી ઉર્ફે

સુલતાન સ/ઓ ઇમામુદ્દિન શેખ રહે.મ.ન.૨૭૯૧, જુલાઇવાડા શાહપુર બાય સેન્ટરની પાસે શાહપુર

અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોન

નો કુલ્લે જથ્થો ૫ ગ્રામ ૪૯૦ મિલીગ્રામ ગ્રામ જેની કુલ્લે કિ.રૂ.૫૪,૯૦૦/- નો તથા બીજી ચીજ

વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૮૧,૬૦૦/- ની સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી વિરૂધ્ધ

ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૨૦૧૭૦/૨૦૨૨ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-

૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ તા.૨૦/૧૨/૨૦૨૨ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે

પો.સ.ઇ. શ્રી એમ.બી.ચાવડા નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.