દાદા-દાદી માતા-પિતા વગેરે જેવી આ દુનિયામાંથી જઈ ચુક્યા છે, તેઓને પિતૃ અથવા પુર્વજો કહેવામાં આવે છે. તેમના ગયા બાદ ફક્ત તેમની યાદો રહી જતી હોય છે, જેની સાથે આપણો ઘણો ઊંડો સંબંધ હોય છે. મોટાભાગના લોકો પુર્વજોની તસ્વીરોને પુજાઘરમાં રાખીને પુજા કરે છે. શાસ્ત્રો અનુસાર આવું કરવું બિલકુલ અયોગ્ય છે. પુર્વજો દેવતાઓ સમાન હોય છે, પરંતુ દેવતાઓના સ્થાન પર તેમની તસ્વીરો રાખવી જોઈએ નહીં. આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પુર્વજોની તસ્વીરોને ઘરમાં જરૂર રાખવી જોઈએ. કારણ કે આવું કરવાથી તેમના આશીર્વાદ હંમેશા જળવાય રહે છે. પરંતુ તેના માટે પણ અમુક નિયમ હોય છે, જેનાથી તમે પુર્વજો અને દેવતાઓની કૃપા મેળવી શકો છો.
Sms news
પુર્વજોની તસ્વીર આ જગ્યાએ લગાવવાથી થાય છે કલેશ
વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓની તસ્વીરને ભુલથી પણ બ્રહ્મ અર્થાત મધ્ય સ્થાન પર બેડરૂમ અથવા કિચનમાં લગાવવી જોઈએ નહીં. આવું કરવાથી પુર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં પારિવારિક કલેશ વધી જાય છે. સાથોસાથ સુખ-સમૃદ્ધિમાં પણ કમી આવે છે.
@social_media_sandesh
અહીંયા તસવીર લાગવાથી લાગે છે દેવ દોષ
શાસ્ત્રોમાં ઘરના મંદિરમાં પિતૃઓને તસ્વીર લગાવવી વર્જિત માનવામાં આવે છે. પિતૃઓની તસ્વીરને દેવી-દેવતાના સ્થાન પર રાખવાથી દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે અને દેવદોષ પણ લાગે છે. શાસ્ત્રોમાં પિતૃઓ અને દેવતાઓના સ્થાનને અલગ-અલગ જણાવવામાં આવે છે. કારણ કે મિત્રો દેવતાઓ સમાન સમર્થવાન અને આદરણીય હોય છે. એક જગ્યાએ બંનેને રાખવાથી કોઈનાં આશીર્વાદ શુભ ફળ આપતા નથી.
સુખ-સમૃદ્ધિમાં થાય છે નુકસાની.?
ઘરમાં ક્યારેય પણ તે સ્થાન ઉપર પિતૃઓની તસ્વીર લગાવવી જોઈએ નહીં,, જ્યાં અવરજવર કરતા સમયે તમારી નજર પડે. મોટાભાગના લોકો ભાવ કથામાં આવું કરે છે, જેનાથી તેમના મનમાં નિરાશાનાં ભાવ ઉત્પન્ન થાય છે. સાથો સાથ દક્ષિણ અને પશ્ચિમ દિશાની દીવાલ ઉપર પણ આવી તસ્વીરો લગાવવી જોઈએ નહીં. આવું કરવાથી સમૃદ્ધિમાં નુકસાની થવા લાગે છે.
સ્વાસ્થ્ય ઉપર પડે છે નકારાત્મક પ્રભાવ
પિતૃઓની તસ્વીરને ક્યારેય પણ જીવિત લોકો ની સાથે લગાવવી જોઈએ નહીં. આવું કરવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે જે વ્યક્તિ જીવિત વ્યક્તિઓને સાથે તસ્વીર રાખે છે, તેની ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. સાથોસાથ તેમના આયુષ્યમાં પણ ઘટાડો આવે છે અને જીવન જીવવાનો ઉત્સાહ પણ ઓછો થવા લાગે છે. તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે.
ફોલો sms news
આ દિશામાં તસ્વીર લગાવવી ઉત્તમ
@social_media_sandesh
વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓની તસ્વીરને હંમેશા ઉત્તર દિશાની દીવાલ ઉપર લગાવી જોઈએ, જેથી તેમની દૃષ્ટિ દક્ષિણ દિશા તરફ રહે. દક્ષિણ દિશાને યમ અને પિતૃઓને દિશા માનવામાં આવે છે. તેનાથી અકાળ મૃત્યુ અને સંકટ થી બચી શકાય છે. સાથોસાથ તમે ઉત્તર દિશાના હિસ્સામાં ઈશાન ખુણા અથવા એવા સ્થાન ઉપર તસ્વીર લગાવો, જે દિશા દોષથી મુક્ત હોય.
આવી રીતે પિતૃઓની તસ્વીર રાખવી નહીં
#sms
પિતૃઓની તસ્વીરને ક્યારેય પણ લટકાવીને રાખવી જોઈએ નહીં. તેમની તસ્વીરોને રાખવા માટે એક અલગ લાકડાનું સ્ટેન્ડ બનાવવું જોઈએ. ધ્યાન રાખો કે ક્યારેય પણ પુર્વજોની એકથી વધારે તસ્વીર હોવી જોઈએ નહીં અને તેની ઉપર ક્યારેય પણ મહેમાનોની નજર ન પડે એવી જગ્યાએ રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.