સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના મદદનીશ શિક્ષક પ્રશાંત એ ક્રિશ્ચિયન આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ.મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમાં રાઉન્ડમાં ટોપર્સમાં સામેલ થયેલ છે. જેઓને ગુજરાત સરકાર તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી બે દિવસની ચાર ફેમિલી મેમ્બર સાથેની સાયન્સ સીટી ટૂર વિના મૂલ્યે પારિતોષિક સ્વરૂપે આપવામાં આવેલ છે. સરદાર પટેલ કેળવણી મંડળ, વીણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ.જી. પટેલે નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ ના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના મદદનીશ શિક્ષક ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમાં રાઉન્ડમાં ટોપર્સમાં સામેલ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_f56e91a20e3a65cf937483ddaddf09e3.jpg)